મુંબઈ:બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેના (Bigg Boss 15 Grand finale 2022) એપિસોડ દરમિયાન, હોસ્ટ સલમાન ખાને રાકેશને સવાલ કર્યો હતો કે, શું તે શમિતા સાથે કંઈ શેર કરવા માગે છે. આ સવાલના જવાબમાં રાકેશે તેના દિલની વાત શેર કરી અને રાકેશ બાપટે તેની ગર્લફ્રેન્ડ શમિતા શેટ્ટી સાથે સગાઇ (Shamita Shetty Relationship with Rakesh Bapat) કરવા તરફ ઇશારો કર્યો છે.
આ પણ વાંચો:Rudra 2022: વેબ સિરીઝ 'રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસનું ટ્રેલર રિલીઝ
રાકેશે કહ્યું, "તમારી માં મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે"
રાકેશ કંઈ બોલે તે પહેલા આકાંક્ષાએ કહ્યું કે - "હું તને ખૂબ પ્રેમ કરું છું અને શક્ય તેટલી વહેલી તકે તને ટ્રોફી સાથે જોવા માગુ છું". આ પછી રાકેશે આકાંક્ષા પાસેથી માઈક લઈ લીધું અને કહ્યું- "શમિતા તે તને ખુબ પ્રેમ કરે છે, પરંતુ હું તેનાથી વધુ કરું છું. તમારી માં મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. તમે આવું અદ્ભુત કામ કર્યું છે કે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે".