ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાન હાલમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની કોમેડી ફિલ્મ ‘સતે પે સતા’ની રીમેકને લઈ ચર્ચામાં છે. સાથે જ ફિલ્મની રીમેકને લઈ ઘણા સ્ટાર્સના નામ પણ જોડવામાં આવ્યા છે. ત્યારે હાલમાં ફરાહએ આ વાતને અફવા હોવાનું કહ્યું છે.
થોડા મહીના પહેલા રોહિત શેટ્ટી, ફરાહ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મનું નિર્માણ કરશે એવી જાહેરાત કરવામાં અવી હતી. ત્યારથી અટકણો લગાવામાં આવી રહી હતી કે, આ પ્રોજેક્ટ કોમેડી ફિલ્મ "સતે પે સતા" ની રીમેક છે.
ત્યારે એક કાવેરી બામઝાઇના પુસ્તક "નો રિગ્રેટ્સ: ગિલ્ટ-ફ્રી વુમન ગાઇડ ટુ અ ગુડ લાઈફ" ના લોકાર્પણ ઈવેન્ટ પર રિપોર્ટરે આ ફિલ્મને લઈ પુછવામાં આવતા ફરાહે કહ્યું કે, આ બધી અફવા છે. અમે શું કરીશું તે પણ અમને ખબર નથી હોતી. હું એમ કહી શકું છું કે, હું મારી આગામી ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરીશ".
બૉલીવુડ એક પુરૂષ પ્રધાન ઉદ્યોગ છે. આ વાતને પણ ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને નકારી હતી. વધુમાં કહ્યું હતું કે, જે કોઈ અહીં વધુ પૈસા લઇને આવશે, તે સુપરસ્ટાર બની શકે છે. આ એવા લોકો માટે છે કે જે લોકો વધુમાં વધુ પૈસા લાવે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ એક ઉદ્યોગ નથી. દેશ અને લોકો ફિલ્મો જોવાની ઇચ્છા રાખે છે. તેથી, જે સૌથી વધુ પૈસા લાવશે તે જ હશે સૌથી મોટો સુપરસ્ટાર. જ્યારે મહિલાઓ મોટી રકમના પૈસા લાવાનું શરૂ કરશે તો તે સુપરસ્ટાર હશે. તે એક વ્યવસાયિક મોડેલ છે. મને લાગે છે કે મહિલાઓ ઉદ્યોગ પર રાજ કરી શકે છે. છેલ્લા 30 વર્ષમાં ઘણુ બદલાઈ ગયું છે.
ફરાહ ખાને આમિર ખાન અભિનીત ફિલ્મ "જો જીતા વહી સિકંદર" (1992) ના કોરિયોગ્રાફર તરીકે તેની બોલિવૂડની સફરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ અનેક સફળ ફિલ્મોમાં ડાન્સ ડિરેક્ટર તરીકેની પણ ભૂમિકા નિભાવી છે. તેણે 2004 માં દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, "મેં હૂં ના" ત્યારબાદ "ઓમ શાંતિ ઓમ", "તીસ માર ખાન" અને "હેપી ન્યૂ યર" જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
જ્યારે ફરાહ ખાને ફિલ્મ્સનું દિગ્દર્શન શરૂ કર્યું, ત્યારે તેને મનોરંજનની તેમની મોટી બ્રાન્ડ માટે આજની પેઢીના મનમોહન દેસાઇને ટેગ કર્યાં હતાં. ત્યારે ફરાને પૂછ્યું કે તે આ ટેગને કેવી રીતે જુએ છે. તો કહ્યું કે આ બધું 'મેં હૂં ના' ફિલ્મ દરમિયાન શરૂ થયું હતું. સાથે મને મનમોહન દેસાઈની ફિલ્મો ખૂબ ગમતી હતી, પરંતુ તે મારા પ્રિય દિગ્દર્શક નથી.
હકીકતમાં મે નાસિર હુસેન અને વિજય આનંદની ફિલ્મોનો આનંદ માણયો છે. એક સમયે મે દેસાઈની બાયોપિક બનાવવાનું વિચાર્યું હતું. કારણ કે તેનું જીવન ખૂબ આકર્ષક હતું. અમે સિત્તેરના દાયકામાં મોટા થયા છીએ તેથી અમે તેની ફિલ્મનો આનંદ લીધો છે.
ફરાહ ખાને ડિસેમ્બર 2004માં ‘મૈ હૂં ના’ ફિલ્મના સંપાદક શિરીશ કુંડર સાથે લગ્ન કર્યા હતા. તેમણે 2008 માં એક પુત્ર અને બે પુત્રીને જન્મ આપ્યો હતો. તેણીને પૂછ્યું કે તે સ્ટાર કિડ કલ્ચર વિશે શું વિચારે છે. ત્યારે ફરાહે જવાબ આપ્યો કે મને લાગે છે કે આ તેમની પસંદ નથી. જ્યારે દરેક જાણવા માગતા હોટ છે કે તે શુ કરે છે. આ ખુબજ દુઃખ છે પરંતુ તમારા બાળકોને બહાર કાઢવાની જરૂર છે. હુ મારા બાળકોની સાથે બાળકો સાથે સુપરમાર્કેટ પર જાઉં છું અને અમે વર્સોવા બીચ પર જઇએ છીએ. જ્યારે લોકો અમારા ફોટા લે છે ત્યારે મારા બાળકો જાણે છે કે હું કોણ છું. જ્યારે આમે વિદેશમાં હોઈએ ત્યારે બાળકો મને કહે, મમ્મા ભાગો ભારતીય આવી રહ્યા છે! મને લાગે છે કે તમારે તેમની સાથે સામાન્ય રીતે વ્યવહાર કરવો જોઈએ.