ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચને પુત્ર અભિષેકના બાળપણ સાથેનો ફોટો કર્યો શેર - કૌન બનેગા કરોડપતિ

બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને પુત્ર અભિષેકની સાથે એક ફોટો શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

કરોડપતિની 12મી સીઝન
કરોડપતિની 12મી સીઝન

By

Published : Nov 4, 2020, 1:09 PM IST

મુંબઈ: બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે પુત્ર અભિષેક બચ્ચનની સાથે એક ફોટો શેર કર્યો છે. જે ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટમાં એક બાજુ અમિતાભ બચ્ચન અને બીજી બાજુ અભિષેક બચ્ચનનો ફોટો છે. જેમાં અભિષેક બચ્ચને માસ્ક પહેર્યું છે. તો બીજા ફોટોમાં અભિષેક બચ્ચન બિગ બીના ખોળામાં રમી રહ્યો છે. ફેન્સે આ બોન્ડિંગ અને ફોટોના ખુબ વખાણ કર્યા છે. લોકોને આ ફોટો ખુબ પસંદ આવી રહ્યો છે.

કૌન બનેગા કરોડપતિની 12મી સીઝનનું શૂંટિંગ

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિની 12મી સીઝનનું શૂંટિંગ કરી રહ્યા છે. આ શો હાલમાં વિવાદના કારણે ખુબ જ ચર્ચામાં છે. ત્યારે બિગ બીને ટ્વિટર પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેમની સામે અને લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' ના નિર્માતાઓ વિરુદ્ધ હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના મામલે ફરિયાદ નોંધાઈ હતી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે બ્હ્માસ્ત્રમાં

શોમાં મનુસ્મૃતિ સંબધિત એક સવાલ પુછી તેમણે હિન્દુઓનું અપમાન કર્યું હતુ. જેને લઈ સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ તેમની તીવ્ર અલોચના કરી જેને લઈ હાલમાં બચ્ચન શબ્દ ટ્રૈંડ થઈ રહ્યો છે. ફિલ્મોની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન ટુંક સમયમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે બ્હ્માસ્ત્રમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details