ગુજરાત

gujarat

કોરોનાની હોમિયોપેથીમાં સારવાર મળવા અંગે બીગ બી એ કર્યુ હતું ટ્વિટ, થયા ટ્રોલ

મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વાઈરસ સંબંધિત એક ટ્વિટ કર્યુ હતું. જે ટ્વિટને લઈ બીગ બીને ટ્રોલ કરવામાં આવ્યાં હતા. બીગ બીએ ટ્વિટમાં લખ્યું હતું કે, હોમિયોપેથીમાં કોરોનાની સારવાર મળી શકે છે. આ સાથે જ તેમણે આ સારવારમાં ભારત આગળ હશે તેવી આશા વ્યક્ત કરી હતી.

By

Published : Apr 5, 2020, 6:11 PM IST

Published : Apr 5, 2020, 6:11 PM IST

Amitabh bachchan
Amitabh bachchan

મુંબઈઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વાઈરસને લઈ એક ટ્વિટ કર્યુ હતું. આ ટ્વિટને લઈ બીગ બીને ટ્રોલર્સનનો સામનો કરવો પડ્યો હતો. જો કે અમિતાભ બચ્ચન આ મહામારીથી બચવા અને લોકોમાં જાગૃતિ લાવવા ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે.

તાજેતરમાં બચ્ચન સાહેબે ટ્વિટ કર્યુ હતું કે, તે ઈચ્છે કે કોરોનાની સારવાર માટે આયુષ મિનિસ્ટ્રી(હોમિયોપેથી) આગળ આવે. મહાનાયકના આ ટ્વિટ પર યુઝર્સે તેમને ટ્રોલ કર્યા છે. જો કે આ પહેલી વાર નથી કે કોરોનાવાઈરસને લઈ અમિતાભ બચ્ચન ટ્રોલ થયા હોય. અગાઉ પણ કોવિડ 19 અંગે ખોટી માહિતી શેર કરતાં યુઝર્સે તેમણે ટ્રોલ કર્યા હતાં. બાદમાં અમિતાભે તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

નોંધનીય છે કે, કોરોના વાઈરસ સામે લડવા ચાલતા પીએમ કેર્યસ ફંડમાં દાન આપનારા લોકોમાં તેમનું નામ ન હોવાથી પણ બીગ બીને યુર્ઝસ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યાં હતાં. જો કે ત્યારે અમિતાભે ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details