ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચનની ફિલ્મ'સરકાર'ના 15 વર્ષ પૂર્ણ, બિગ બીએ શેર કરી કવિતા - કેટરીના કૈફ

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સરકાર'ના 15 વર્ષ પૂર્ણ થયાં છે. જેથી બિગ બીએ સોશિયલ મીડિયા પર એક કવિતા શેર કરી છે.

ETV BHARAT
અમિતાભ બચ્ચનની ફિલ્મ'સરકાર'ના 15 વર્ષ પૂર્ણ, બિગ બીએ શેર કરી કવિતા

By

Published : Jul 2, 2020, 6:19 PM IST

મુંબઈઃ બૉલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહેતા હોય છે. તે અવાર-નવાર પોતાની ફિલ્મો સાથે જોડાયેલી ઘટનાઓ શેર કરતા હોય છે. આ વખતે અમિતાભ બચ્ચને ફિલ્મ સરકારના 15 વર્ષ પૂર્ણ થવા પર પોસ્ટર શેર કર્યું છે. ક્રાઈમ-થ્રિલર ફિલ્મ સરકારને રિલીઝ થયાના આજે 15 વર્ષ પૂર્ણ થયા છે. જેથી બિગ બીએ સોશિયલ મીડિયો પર એક કવિતા શેર કરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા હતા.

અમિતાભ બચ્ચને સરકારનું પોસ્ટર શેર કરીને લખ્યું કે, ઘડિયાં દિન બીત જાતી હૈ, સાલો બાદ, છવિ ઉનકી સામને આતી હૈ, યાદ આતે હૈ વો ક્ષણ, વો ચિત્રણ, અર્પણ, દર્પણ, કારણ થા પ્રણ, સમર્પણ, સ્પષ્ટીકરણ, કી યહી હો ઉદાહરણ, ઈસ રૂપાંતરણ કા આભૂષણ, ફિલ્મીકરણ, ચલે વર્ષો, રહે આમરણ, મંગલાચરણ, મંગલાચરણ, મંગલાચરણ.

અમિતાભ બચ્ચને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની તસ્વીર પણ શેર કરી છે. તેમણે ફોટો શેર કરીને લખ્યું કે, બસ એમજ ઈચ્છા થઇ, ઈશ્વરને યાદ કરવાની.

2005માં રિલીઝ થયેલી સરકારમાં અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચન, કે.કે.મેનન, અનુપમ ખેર, સુપ્રીયા પાઠક અને કેટરીના કૈફ પણ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. રામ ગોપાલ વર્માએ આ ફિલ્મની ફ્રેન્ચાઈઝી સરકાર રાજ અને સરકાર-3 પણ બનાવી છે.

ABOUT THE AUTHOR

...view details