- રીલીઝ થયું 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું ટ્રેલર
- અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ
- માધાપરની 300 વીરાંગનાઓની વાત રજૂ કરે છે ફિલ્મ
હૈદરાબાદ: બોલીવૂડ સ્ટાર અજય દેવગન ( Ajay Devgan ) અને સોનાક્ષી સિંહાની (Sonakshi sinha ) આગામી ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' નું ( "Bhuj The Pride of India" ) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર દેશભક્તિના સંવાદોથી ભરેલું છે. જબરદસ્ત એક્શન અને ફાઇટર પ્લેનના દ્રશ્યો રોમાંચિત બનાવે તેવા છે. અજય દેવગને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રોમા વીડિયોનું ( Video ) ટ્રેલર શેર કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ;જ્યારે બહાદુરી તમારી ઢાલ બને છે, ત્યારે દરેક પગલું વિજય તરફ દોરી જાય છે. અત્યાર સુધીની લડાયેલી મહાન યુદ્ધની કથાઓનો અનુભવ કરો'.
ભારત પાકિસ્તાન યુદ્ધ સમયની વાસ્તવિક કથા પર આધારિત
આ ફિલ્મમાં અજય દેવગન ભારતીય વાયુ સેનાના અધિકારી સ્ક્વોડ્રોન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં છે. જેને યુદ્ધ દરમિયાન ભુજ એરપોર્ટની ( Bhuj Airport ) જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક લોકોની મદદથી તે આ આખો વિસ્તાર પાકિસ્તાની સેનાથી બચાવે છે. 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા' ( "Bhuj The Pride of India" ) ટી-સિરીઝ અને અજય દેવગન ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે નિર્માણ પામી છે. ભૂષણકુમાર, કુમાર મંગત પાઠક, ગિની ખાનજા, વજીરસિંહ અને બન્ની સંઘવી દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મના લેખકો અભિષેક દુધૈયા, રમણકુમાર, રીતેશ શાહ અને પૂજા ભવેરિયા છે. આ ફિલ્મ 13 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યાને હજી થોડો સમય જ થયો છે અને ધમાલ મચાવી દીધી છે. ટ્રેલરમાં અજય દેવગનના દમદાર અવાજમાં સંવાદો સંભળાય છે.
માધાપરની વીરાંગનાઓની વાત છે