ગુજરાત

gujarat

ETV Bharat / sitara

‘ભૂત: ધ હોન્ટેડ શિપ’ના પ્રમોશન માટે વિકી કૌશલ કોલકાતા પહોંચ્યો - કોલકાતા

વિકી કૌશલ પોતાની આગામી હોરર ફિલ્મ ‘ભૂત: ધ હોન્ટેડ શિપ’ના પ્રમોશન માટે કોલકાતા પહોંચ્યો હતો. ત્યાં અભિનેતાએ ફિલ્મને સંબંધિત ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી.

વિકી કૌશલ
વિકી કૌશલ

By

Published : Feb 19, 2020, 6:54 AM IST

કોલકાતા : બોલીવુડ અભિનેતા વિકી કૌશલ પોતાની આગામી હોરર ફિલ્મ ‘ભૂત: ધ હોન્ટેડ શિપ’ ની રિલીઝ થવાની રાહ જોઇ રહ્યો છે. તે ફિલ્મના પ્રમોશન માટે કોલકાતા પહોંચ્યો હતો.

જયાં તેણે કહ્યું કે, તેને પાણી અને હોરર ફિલ્મોથી ડર લાગે છે. તેમજ તેને કોલકાતા બહુ જ પસંદ છે. જો કોઈ સ્ક્રિપ્ટ તેમની પાસે આવે અને તેનું લોકેશન કોલકાતા હોય તો તેઓ સ્ક્રિપ્ટ વાંચ્યા વિના હા પાડી દેશે.

વધુમાં તેણે ખુલાસો કરતા જણાવ્યું કે, તેને હાઇડ્રોફોબિયા છે. એટલે કે, તેઓ પાણી અથવા સમુદ્રથી ડરે છે. તેમજ ભૂતથી પણ ડર લાગે છે. તેની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દિવસે જ આયુષ્માન ખુરાનાની કોમેડી-ડ્રામા ફિલ્મ 'શુભ મંગલ જયાદા સાવધાન' પણ રિલીઝ થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details