'મૈને પ્યાર કિયા' ફિલ્મથી બૉલીવુડમાં પદાર્પણ કરનારી અભિનેત્રી ભાગ્યશ્રીના એક ફિલ્મથી રાતોરાત પ્રખ્યાત થઇ ગયેલી ભાગ્યશ્રીએ હિમાલય દાસાની 1990માં લગ્ન ગ્રંથીએ જોડાઇ ગઇ હતી. મુંબઇ પોલીસ દ્વારા હિમાલયની ગેમ્બલિંગના આરોપસર તેની ઘરપકડ કરવામાં આવી હતી.
અભિનેત્રી ભાગ્યશ્રીના પતિની ધરપકડ, ગેમ્બલિંગના કેસમાં કરાઈ ધરપકડ - Mumbai
મુંબઇ: બૉલીવુડ અભિનેત્રી ભાગ્યશ્રીના પતિ હિમાલય દસાનીની મુંબઇ પોલીસ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો કે હિમાલયને જામીન મળી ગયા છે. ભાગ્યશ્રીના પતિ હિમાલય પર ગેમ્બલિંગનું રેકેટ ચલાવવાના આરોપોને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી.
તો આ અંગે મળતી માહિતી મુજબ મુંબઇના અંધેરી વિસ્તારમાં થોડા દિવસ પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન પોલીસે 15 લોકોની ધરપકડ કરી હતી. તો આ મામલે તપાસ દરમિયાન ભાગ્યશ્રીના પતિનું નામ સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે ધરપકડ કર્યાના બીજા જ દિવસે હિમાલયને જામીન મળી ગયા હતા.
આ ફિલ્મ બાદ ભાગ્યશ્રી ઘણી ફેમસ થઇ ગઇ હતી. જે બાદ તેણીનીએ ફિલ્મોથી દુર થઇ ગઇ હતી. ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાની પોતે પણ બોલીવુડમાં અભિનેતા રહી ચુક્યા છે. હિમાલયે બોલિવુડમાં પોતાની પત્નિ ભાગ્યશ્રી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે તેની ફિલ્મો હિટ ન નિવડી જેને પગલે તેઓ બોલીવુડમાં ખાસ નામના ન મેળવી શકયો.