ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રિયંકા ચોપડાનો બાફ્ટા માટે ગ્લેમરસ લુક, નિક જોનાસ સાથે ફોટોશૂટ કરાવ્યું - બોલીવૂડ સમાચાર

પ્રિયંકા ચોપડાની બાફ્ટાને લગતી તસવીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. જેને જોઈને એમ કહી શકાય કે અભિનેત્રી શોમાં પોતાનાં લૂકમાં ચાર ચાંદ લગાવવા જઈ રહી છે.

પ્રિયંકા ચોપડાનો બાફ્ટા માટે ગ્લેમરસ લુક, નિક જોનાસ સાથે ફોટોશૂટ કરાવ્યું
પ્રિયંકા ચોપડાનો બાફ્ટા માટે ગ્લેમરસ લુક, નિક જોનાસ સાથે ફોટોશૂટ કરાવ્યું

By

Published : Apr 12, 2021, 12:06 PM IST

  • બાફ્ટાને લગતી પ્રિયંકા ચોપડાની કેટલીક તસવીરો અને વીડિયો પણ ખૂબ જ વાયરલ
  • નિક જોનાસ પણ આ વીડિયોમાં એક્ટ્રેસ સાથે દેખાયો
  • અત્યાર સુધીમાં ફોટોશૂટને લગતો વીડિયો 4 લાખથી વધુ લોકો દ્વારા પસંદ

નવી દિલ્હી: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડાના 74માં બ્રિટીશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ એટલે કે (બાફ્ટા એવોર્ડ) સમારોહના પ્રસ્તુતકર્તા તરીકે પસંદ કરવામાં આવી. આ સમારોહ 10 અને 11 એપ્રિલના રોજ રોબર્ટ આલ્બર્ટ હોલમાં થયો હતો. બાફ્ટાને લગતી પ્રિયંકા ચોપડાની કેટલીક તસવીરો અને વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક બ્લેક બટરફ્લાય ડ્રેસમાં તો કયાંક પિંક અને વ્હાઇટ આઉટફિટમાં પ્રિયંકા ચોપરાનો લૂક્સ ખરેખર વખાણવા લાયક છે.

આ પણ વાંચો:રણવીરથી લઈને ધ રોક સુધી તેના સહ-કલાકારો પ્રિયંકા વિશે શું માને છે?

પ્રિયંકા ચોપડાએ તસવીરો અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યા

પ્રિયંકા ચોપડાએ આ તસવીરો અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યા છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના વીડિયોમાં પ્રિયંકા ચોપડા બ્લેક બટરફ્લાય ડ્રેસ અને પિંક અને વ્હાઇટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવતી નજરે પડી છે. ખાસ વાત એ છે કે, નિક જોનાસ પણ આ વીડિયોમાં એક્ટ્રેસ સાથે દેખાયો હતો. પ્રિયંકા ચોપરાના આ ફોટોશૂટને લગતા વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. સાથે-સાથે ચાહકો પણ વીડિયો અને ફોટોની પ્રશંસા કરતાં થાકતા નથી.

આ પણ વાંચો:પ્રિયંકા ચોપડાએ નિક જોનસ અને સાસુ સાથે હોળી ઉજવી

છેલ્લી વાર પ્રિયંકા ચોપડા રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી

ગુરુવારે બાફ્ટા એવોર્ડ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે, પ્રિયંકા ચોપડા તેમજ ફોએબી ડિનવર, ચિવેતલ ઇજીઓફોર, સિંથિયા એરિઓવો, હ્યુગ ગ્રાન્ટ, રિચાર્ડ ઇ. ગ્રાન્ટ, ટોમ હિડલસ્ટન, ફેલસિટી જોન્સ, ગુગુ એમ્બાથા રો, જેમ્સ મેકએવોય, ડેવિડ ઓયેલો અને પેડ્રો પાસકલ પણ બાફ્ટાની પ્રસ્તુતકર્તાઓની સૂચિમાં સ્થાન આપશે. અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો છેલ્લી વાર તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી. જેણે ચાહકોનું દિલ જીતવા માટે કોઈ કસર છોડી ન હતી.

ABOUT THE AUTHOR

...view details