ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બાદશાહનું 'ગેંદા ફૂલ' ગીલ ગુજરાતી વર્ઝનમાં, ભૂમિ ત્રિવેદીનો અવાજ - genda phool new version

બાદશાહ અને જેકલીન ફર્નાન્ડીઝનું નવું ગીત 'ગેંદા ફૂલ' લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. હવે બાદશાહ આ ગીતનું ગુજરાતી વર્ઝન લાવ્યાં છે. તેમણે કહ્યું કે, હું આ ગીતના હિન્દી વર્ઝનના પ્રતિસાદથી ખૂબ જ ખુશ છું. હવે હું આતુરતાથી ગુજરાતીવર્ઝન માટે શ્રોતાઓના પ્રતિસાદની રાહ જોઉં છું.

ગેંદા ફૂલ
ગેંદા ફૂલ

By

Published : May 29, 2020, 11:57 PM IST

મુંબઇ: પ્રખ્યાત ગાયક અને રેપર બાદશાહ લોકોની માંગને ધ્યાનમાં રાખીને તેમના હિટ ગીત 'ગેંદા ફૂલ'નું ગુજરાતી વર્ઝન લાવ્યાં છે.

ભૂમિ ત્રિવેદીએ બાદશાહ સાથે મળીને આ ગીત ગાયું છે. બાદશાહે કહ્યું તે, "હું ખૂબ આભારી છું કે 'ગેંદા ફૂલ'ને આટલો સરસ પ્રતિસાદ મળ્યો છે, અમને ચાહકો અને ફેન્સ દ્વારા તેનું એક ગુજરાતી વર્ઝન બનાવવા માટે સતત પૂછવામાં આવતું હતું. મને ગુજરાતની સંસ્કૃતિ, અહીંનો ખોરાક ગમે છે અને ખાસ કરીને અહીંની બોલી ખૂબ જ પસંદ આવી છે, જેથી હવે અમે તેનું ગુજરાતી વર્ઝન લાવ્યા છીએ.

આ અંગે પ્રેક્ષકોની પ્રતિક્રિયાઓની હું આતુરતાથી રાહ જોઇ રહ્યો છું. બાદશાહ અને ભૂમિએ સાથે મળીને આ ગીત લખ્યું છે. ગીતના આ વીડિયોમાં જેકલીન ફર્નાન્ડીઝ પણ છે.

ABOUT THE AUTHOR

...view details