ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બાગી 3ના દિગ્દર્શક અહેમદખાને જન્મદિવસ પર પત્નીને 'બેટમેન' કાર ભેટ આપી, જુઓ તસવીરો - અહમદખાનની પત્ની શાયરા ખાનની બેટમેન કાર

ફિલ્મ નિર્માતા અહેમદખાન આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ખરેખર તેની પત્ની શાયરા અહેમદ ખાનનો જન્મદિવસ 21 ઓગસ્ટના રોજ હતો. શાયરાના જન્મદિવસે ફિલ્મ નિર્માતાએ બ્લેક બેટમોબાઇલ મોડેલની કાર ભેટમાં આપી હતી.

બાગી 3ના દિગ્દર્શક અહેમદખાને જન્મદિવસ પર પત્નીને 'બેટમેન' કાર ભેટ આપી, જુઓ તસવીરો
બાગી 3ના દિગ્દર્શક અહેમદખાને જન્મદિવસ પર પત્નીને 'બેટમેન' કાર ભેટ આપી, જુઓ તસવીરો

By

Published : Aug 31, 2021, 3:39 PM IST

  • ફિલ્મ નિર્માતાએ પત્નીને આપી મોંઘીદાટ કાર
  • જન્મ દિવસે ભેટ આપી બ્લેક બેટમોબાઇલ મોડેલની કાર
  • સેલિબ્રિટીઓએ પણ કરી પ્રશંસા

હૈદરાબાદ: 'બાગી 3'ના નિર્દેશક અહેમદખાને તેની પત્ની શાયરા અહેમદ ખાનને તેના જન્મદિવસે એક નવી સ્ટાઇલિશ ભેટ આપી છે. 21 ઓગસ્ટના રોજ તેનો જન્મદિવસ હતો અને હવે તેણે બ્લેક બેટમોબાઇલ મોડેલની તસવીરો શેર કરી છે.

પરિવારનો આભાર માનતી શાયરા

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં શાયરા કાર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. પરિવારનો આભાર માનતા શાયરાએ તેને કેપ્શન આપ્યું, 'થેન્ક યુ લવ, અહમદ ... આ સ્વપ્ન સાકાર કરવા માટે.' શાયરાની આ પોસ્ટ પર ઘણા બોલિવૂડ સેલેબ્સે તેને અભિનંદન આપ્યા છે. તેની પ્રતિક્રિયાઓ પરથી લાગે છે કે શાયરાની ભેટ ખરેખર અદભૂત છે. શાયરાની પોસ્ટ પર રવિના ટંડન, રેમો ડિસોઝા, એલી એવરામ, જિનિલિયા ડિસોઝા, સંજના સંઘી, વરદા ખાન નડિયાદવાલાએ પ્રતિક્રિયા આપી હતી.

EMT દ્વારા એસેમ્બલ કરવામાં આવી છે

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગોથમ મોટર્સ દ્વારા ઉત્પાદિત કારને EMT દ્વારા એસેમ્બલ કરવામાં આવી છે. તેને અમેરિકાથી લાવવામાં 8 મહિના લાગ્યાં હતાં. ભારતમાં અહમદખાન પરિવાર સિવાય અન્ય એક જ પરિવાર પાસે આ કાર છે. અહેમદ બોલિવૂડમાં એકમાત્ર સેલિબ્રિટી છે જેમની પાસે આ કાર છે. જોકે, કારની કિંમત જાહેર કરવામાં આવી નથી.

કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહેમદ હીરોપંતી 2ના શૂટિંગમાં વ્યસ્ત છે જેમાં ટાઇગર શ્રોફ જોવા મળશે. બીજા લોકડાઉનની જાહેરાત પહેલાં જ ટીમ દ્વારા ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ પૂર્ણ કરવામાં આવ્યું હતું. હવે યુએસએ, ઇંગ્લેન્ડ, રશિયા, જર્મની, તુર્કી અને ઇટાલી જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોએ શૂટિંગ થવાનું છે.

આ પણ વાંચોઃ ધક ધક ગર્લ માધુરીએ અભિનેત્રી ઉર્મિલા માતોડકર સાથે 'તુ શાયર હૈ' ગીત પર કર્યો ડાન્સ, વીડિયો થયો વાઈરલ

આ પણ વાંચોઃ Happy Birthday: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવનો આજે જન્મદિવસ

ABOUT THE AUTHOR

...view details