મુંબઈઃ અભિનેતા આયુષ્માન ખુરાના સાથે ડેટિંગના પહેલા વર્ષને યાદ કરતાં પત્ની તાહિરા કશ્યપે બંનેની એક તસવીર શેર કરી છે. જેમાં કોરોનો વાઈરસ લોકડાઉન વચ્ચેની એક વાત યાદ અપાવી હતી.
તાહિરા ફોટો શેર કરી કહ્યું- ડેટિંગના સમયે આવું હતું સોશિયલ ડિસ્ટન્સ - આયુષ્માન ખુરાના
અભિનેતા આયુષ્માન ખુરાના સાથે ડેટિંગના પહેલા વર્ષને યાદ કરતાં પત્ની તાહિરા કશ્યપે બંનેની એક તસવીર શેર કરી છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, અમે તે સમયે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવતાં હતાં.
મંગળવારે તાહિરાએ ઈન્સ્ટાગ્રામ પર ઓક થ્રોબેક ફોટો શેર કર્યો છે. જેમાં તાહિરાએ એ સમયના પોતાના પ્રેમી અને પતિ આયુષ્મમાન ખુરાના સાથે બેેઠેલી જોવા મળે છે. આ ફોટોમાં બંને એક બીજા પાસે બેઠા તો દેખાય છે, પરંતુ તાહિરા અને આયુષ્માન વચ્ચે ઘણું અંતર જોવા મળે છે.
તાહિરા ફોટો શેર કરતાં લખ્યું કે, 'ડેટિંગનું પહેલું વર્ષ અને અમે તે સમયે પણ સોશિયલ ડિસ્ટન્સ પર મજબૂત વિશ્વાસ રાખતાં હતાં.' તાહિરાની આ પોસ્ટ પર ગૌતમે ટિપ્પણી કરતાં કહ્યું કે, હા...હા ઘિસ ઈઝ સો સ્વીટ. મહત્વનું છેે કે, આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપના લગ્ન 2008માં થયા હતાં.