ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ આત્મહત્યા કેસ: રિયા અને તેમના ભાઈને આર્થિક શોષણ સહિતની બાબતો માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા - સુશાંત સિંહ રાજપૂત

ટ્વીટર પર હૈશટૈગ અરેસ્ટરિયા અને હૈશટૈગ શોવિક ચક્રવર્તી હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યાં છે, ત્યારે લોકોએ રિયા અને તેના ભાઇને આડે હાથ લીધા છે. રિયા અને તેમના ભાઈને આર્થિક શોષણ સહિતની તમામ બાબતો માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

રિયા અને તેમના ભાઈને આર્થિક શોષણ સહિતની બાબતો માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા
રિયા અને તેમના ભાઈને આર્થિક શોષણ સહિતની બાબતો માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા

By

Published : Aug 10, 2020, 11:54 PM IST

મુંબઈ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેેટે સોમવારના રોજ અભિનેત્રી રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી અને પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીની પૂછપરછ કરી હતી.

હૈશટૈગ અરેસ્ટરિયા અને હૈશટૈગ શોવિક ચક્રવર્તી ટ્વીટર પર હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યાં છે, ત્યારે લોકોએ રિયા અને તેના ભાઇને આડે હાથ લીધા છે. સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા અને તેમના ભાઈને આર્થિક શોષણ સહિતની તમામ બાબતો માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

એક યુઝરે ટ્વીટ કર્યું કે, મને આશ્ચર્ય થાય છે કે રિયા ચક્રવતીના માતા પિતા કેવા માણસ છે. પોતાના પુત્રીનો ઉપયોગ પુરુષોના શોષણ અને પૈસા લેવા માટે કરી રહ્યા છે.

ED કાર્યાલયમાં રિયા અને શોવિક જઈ રહ્યા હતા તે ફોટા પર એક યુુઝર્સે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, રિયા અને તેના ભાઈને તેના કાર્ય માટે સજા મળવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details