ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Archana Puran Singh reacts to viral memes: 'કપિલ શર્મા શો'માં સિદ્ધુની વાપસીને લઇ અર્ચના પૂરણ સિંહે આપ્યુ નિવેદન - શો ધ કપિલ શર્મા

તાજેતરમાં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં નવજોત સિંહ સિદ્ધુ ખુબ ખરાબ રીતે હાર્યા છે. સિદ્ધુની હાર બાદ લોકો એવી અટકળો લગાવી રહ્યાં છે કે, સિદ્ધુ 'ધ કપિલ શર્મા શો' પરત ફરશે તો અર્ચના પૂરણની ખુરશી ખતરામાં હશે, ત્યારે આ અંગે અર્ચનાએ એક ખુલાસો કર્યો છે. સિદ્ધુની હાર બાદ સોશિયલ મીડિયા (Social Media) પર અર્ચના પૂરણ સિંહ ખુબ વાયરલ થવા લાગી (Archana Puran Singh reacts to viral memes ) હતી.

Archana Puran Singh reacts to viral memes: 'કપિલ શર્મા શો'માં સિદ્ધુની વાપસીને લઇ અર્ચના પૂરણ સિંહે આપ્યુ નિવેદન
Archana Puran Singh reacts to viral memes: 'કપિલ શર્મા શો'માં સિદ્ધુની વાપસીને લઇ અર્ચના પૂરણ સિંહે આપ્યુ નિવેદન

By

Published : Mar 14, 2022, 1:15 PM IST

ન્યૂઝ ડેસ્ક: લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા' માત્ર મસ્તીથી ભરપૂર વાતો માટે જ નહીં, પરંતુ શોમાં જજની ખુરશી પર બિરાજમાન અર્ચના પુરણ સિંહને કારણે પણ પ્રચલિત (Archana Puran Singh reacts to viral memes ) છે. શોમાં જજની ખુરશીની ગાથા અર્ચના અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આ દરમિયાન આ સ્ટોરી ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર હેડલાઇન્સમાં છે. આ સ્ટોરી, ત્યારે શરૂ થઈ, જ્યારે 2022માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુનો પરાજય થયો હતો.

સિદ્ધુની આ હાર બાદ અર્ચના ભયભીત

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં સિદ્ધુની હાર બાદ અર્ચના પૂરણ સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે એવી વાતનો દોર શરૂ કર્યો કે, હવે સિદ્ધુ પાસે પાંચ વર્ષ સુધી કોઈ કામ નહીં હોય અને હવે તે કપિલ શર્માના શોમાં જજની ખુરશી પર બેસશે અને તેના લીધે અર્ચનાનું કામ છીનવાશે. અર્ચના અને સિદ્ધુને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાર આ વાતો થતી રહી છે, પરંતુ લોકોનું માનવુ છે કે, સિદ્ધુની આ હાર બાદ અર્ચના ભયભીત છે અને વિચારી રહી છે કે, હવે તેના પર એક ખતરો ઘુમી રહ્યો છે.

આ પણ વાંચો:Amir khan Birthday: આજે આમિર ખાન માટે 'સ્પેશિયલ ડે', જાણો તેના જીવનની આ ખાસ વાત

અર્ચના પૂરણે સ્પષ્ટ કરી દીધુ

હવે આ મામલે અર્ચના સામે આવી છે. છેલ્લા ચાર દિવસથી સતત ટ્રોલ થઈ રહેલી અર્ચના પુરણ સિંહે સ્પષ્ટ કરી દીધુ છે કે, "સિદ્ધુ ગમે ત્યારે શોમાં આવી શકે છે, હું સ્વેરછાએ જજની ખુરશી છોડવા તૈયાર છું". મહત્વની બાબત એ છે કે, અર્ચના અને સિદ્ધુ સમયાંતરે શોમાં જજની ખુરશી સંભાળતા જોવા મળ્યા છે. આ બાબતે શોને લીડ કરી રહેલા કપિલ શર્મા આજે પણ અર્ચના પુરણ સિંહને પિંચ કરવામાં પાછળ રહેતા નથી.

આ પણ વાંચો:Amir Khan Birthday: આમિર ખાનને એક્સ વાઇફ કિરણ રાવે આપી આ સોગાદ, અભિનેતાએ કર્યો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details