ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'મસાકલી 2.0' જોઇ ખુશ ન થયા એ.આર. રેહમાન, ટ્વીટ કરી કહ્યું- 'ઑરિજિનલ સાંભળો'

'દિલ્હી 6'ના ગીત 'મસકલી'ને એઆર રહેમાનને કંપોઝ કર્યું હતું. હવે તનિષ્ક બાગચી દ્વારા રિક્રિએટેડ વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે. જે બાદ એ.આર રહેમાને એક ટ્વીટ કર્યું છે. જેને જોઇને અંદાજો લગાવી શકાય છે કે, તેમને આ ગીત પસંદ આવ્યું નથી. રહેમાને ટ્વીટમાં ઓરિજિનલ સૉન્ગ એન્જોય કરવા કહ્યું છે.

Etv BHarat, GUjarati News, Bollywood News, Masakali 2.0, A R Rehman
AR Rahman takes a dig at Masakali 2.0

By

Published : Apr 9, 2020, 3:07 PM IST

મુંબઇઃ 'મરજાવા' બાદ તારા સુતારિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક વાર ફરીથી એક સાથે જોવા મળ્યા છે. બંને નવા ગીત 'મસકલી 2.0'માં રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે અને ગીતનું મ્યુઝિક તનિષ્ક બાગચીએ રિક્રિએટ કર્યું છે. પરંતુ લાગે છે કે, ઑરિજિનલ ગીતને કંપોઝ કરનારા એ.આર રેહમાનને આ ગીત પસંદ આવ્યું નથી.

તારા અને સિદ્ધાર્થના 'મસકલી 2.0'ના રિલીઝ થયા બાદ એ.આર રેહમાને એક ટ્વીટ કર્યું હતું, જેને જોઇને સ્પષ્ટ થાય છે કે, તેમને આ ગીત પસંદ આવ્યું નથી.

એ.આર રેહમાને ટ્વીટ કર્યું કે, ઑરિજિનલ મસાકલીની લિંક શેર કરી અને લખ્યું કે, કોઇ શોર્ટકટ નથી, રાત્રે જાગીને, વારંવાર લખીને, 200 મ્યુઝિશિયન્સની મહેનત અને 365 દિવસ કામ કર્યા બાદ બનેલું આ ગીત લોકોને યાદ રહેશે. એક ડિરેક્ટર, કમ્પોઝર, ગીતકારની ટીમ, એક્ટર, ડિરેક્ટર અને એક મહેનતી ફિલ્મ ક્રુએ બનાવ્યું છે. તમને ખૂબ જ પ્રેમ અને દુઆઓ. એ.આર રેહમાન...

રેહમાન ઉપરાંત ઑરિજિનલ મસાકલીના ગીતકાર પ્રસૂન જોશીએ આ રીમેક પર રિએક્શન લખતાં કહ્યું કે, 'મસકલીને મળીને દિલ્હી-6ના બધા જ ગીત ખૂબ જ નજીક છે. આ જોઇને ખૂબ દુઃખ થયું કે, એ આર રેહમાન, પ્રસૂન જોશી અને સિંગર મોહિત ચૌહાનના ઓરિજિનલ ગીતને બદલવામાં આવ્યું છે. આશા રાખું છું કે, ફેન્સ તેની વાસ્તવિક્તા સાથે રહેશે.'

વધુમાં જણાવીએ તો આ નવા ગીતને લઇને માત્ર એ.આર રેહમાન અને ગીતકાર પ્રસૂન જોશી જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ લોકો ખૂબ જ નારાજ થયા છે. લોકોને મસાકલી 2.0 વર્ઝન પસંદ આવ્યું નથી.

લોકો સતત આ ગીતને લઇને મીમ્સ શેર કરી રહ્યા છે અને ટ્રોલિંગને લીધી હવે મસાકલી 2 ટ્વીટરના ટ્રેન્ડમાં પણ સામેલ છે. અમુક લોકો જ્યાં નવા ગીત પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છેસ તો બીજા લોકો મ્યુઝિક કમ્પોઝર તનિષ્ક બાગ્ચી પર પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details