ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ભારતીય ક્રિકેટરો સાંથે ડરહમમાં ધૂમી રહી છે અનુષ્કા શર્મા, શેર કર્યો લેટેસ્ટ ફોટો - Virat Kohli

બોલીવૂડની હીરોઈન અનુષ્કા શર્મા (Anushka Sharma) આજકાલ ઈંગ્લેંડમાં પતિ વિરાટ કોહલી (Virat Kohli) સાથે અને દીકરી વામિકા સાથે કવૉલિટી સમય વીતાવી રહી છે. અનુષ્કા સોશિયલ મીડિયામાં આ દરમિયાન પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Anushka Sharma
Anushka Sharma

By

Published : Jul 31, 2021, 4:01 PM IST

  • અનુષ્કા ભારતીય ક્રિકેટ ટીમ સાથે ડરહામમાં
  • આઉટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી
  • જૂઓ તેની સાથે કોણ કોણ જોવા મળી રહ્યું છે

ન્યૂઝ ડેસ્ક:અનુષ્કા શર્માએ ઈંગ્લેંડમાં ભારતીય ક્રિકેટરો સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો અને આથિયા શટ્ટી સાથે જોવા મળી રહી છે. અનુષ્કા અને વિરાટની સાથે કે એલ રાહુલ, આથિયા શેટ્ટી, ઈશાંત શર્મા, પ્રતિમા સિંહ, ઉમેશ યાદવ અને તેની પત્ની તાન્યા વાઘવા જોવા મળે છે.

આ પણ વાંચો- અભિનેત્રી અનુષ્કા શર્મા અને અથિયા શેટ્ટી સાથે ફર્યા ઈંગ્લેન્ડની ગલીઓમાં, અથિયાએ અનુષ્કાના ફોટોઝ કર્યા ક્લિક

અનુષ્કા શર્માએ તસવીર શેર કરીને લખ્યું

અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોની આ તસ્વીરો ઈંગ્લેંડના ડરહમથી આવી છે. અહીંયા ભારતીય ટીમ મહેમાન ઈંગ્લેંડની સાથે 5 મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. ટેસ્ટ સીરીઝ 4 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. અનુષ્કા શર્માએ તસવીર શેર કરીને લખ્યું છે કે ‘ડર હામ સાથ સાથ હૈ’. અનુષ્કાની પહેલા ક્રિકેટર કે એલ રાહુલે ટીમ ઈન્ડિયા સાથેની કેટલીક તસવીરો પોતાની સ્ટાઈલમાં સોશિયમ મીડિયા પર શેર કરી હતી.

ફેન્સની સાથે સેલેબ્સ પર ખૂબ જ રીએક્શન આપી રહ્યા છે

અનુષ્કા શર્મા દ્વારા શેર કરાયેલી તસવીરને સાત લાખથી વધુ લાઈક્સ મળી છે. ફોટો પર તેના ફેન્સની સાથે સેલેબ્સ પણ ખૂબ જ રીએક્શન આપી રહ્યાં છે. અનુષ્કાને ઈન્સ્ટાગ્રામ પર 51 મિલીયનથી વધુ ફેન્સ ફોલો કરે છે, જે એક મોટી સંખ્યા ગણી શકાય.

આ પણ વાંચો- લોકડાઉનનો સમય જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવી રહ્યો છેઃ અનુષ્કા શર્મા

અનુષ્કાની છેલ્લી ફિલ્મ શાહરૂખ ખાન સાથેની ઝીરો હતી

અનુષ્કાએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે વર્ષ 2017માં લગ્ન કર્યા હતાં. અનુષ્કાની છેલ્લી ફિલ્મ શાહરૂખ ખાન સાથેની ઝીરો હતી. આ ફિલ્મમાં કેટરીના કૈફ પણ જોવા મળી હતી. તાજેતરમા તેમના પ્રોડક્શનના બેનર નીચે ફિલ્મ ‘બુલબુલ’ હતી. તેની પહેલા અનુષ્કા શર્મા દ્વારા પ્રોડ્યુસ કરાયેલી વેબ સીરીઝ ‘પાતાલ લોક’ રીલીઝ થઈ હતી, અને તેના ખૂબ વખાણ થયા હતાં.

ABOUT THE AUTHOR

...view details