મુંબઇ: અભિનેત્રી અનુષ્કા શર્મા કહે છે કે, ફિલ્મ જોવી હંમેશાં માધ્યમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે, તેવુ નથી, પણ જીવનના અનુભવો પણ કહાની કહેવામાં અને પ્રસ્તુત કરવામાં પણ મદદ કરે છે.
અનુષ્કાના પિતા સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. તેથી તે અને તેમના ભાઇ કર્ણેશ, જે તેમના પ્રોડક્શન હાઉસમાં પણ તેમના ભાગીદાર છે, લશ્કરી પૃષ્ઠભૂમિમાં ઉછર્યા છે અને બંનેએ ઘણી યાત્રા કરી છે.
આ વિશે અભિનેત્રીએ કહ્યું કે, "આર્મી બાળકો તરીકે, અમે હંમેશા નવા વિચારો અપનાવવા માટે તૈયાર છીએ અને અમે જે પણ યાત્રાઓ કરી છે તે ખરેખર અમને સ્થાનિક વાર્તાઓ સમજવામાં મદદ કરે છે. આવા અનુભવો કહાની કહેવામાં અને પ્રસ્તુત કરવામાં માત્ર અમને સહાય જ કરી નથી, પરંતુ સમાજના દ્રષ્ટિકોણથી વસ્તુઓ જુદી જુદી રીતે જોવાની તક પણ આપી છે."