મુંબઈ: અનુરાગ કશ્યપના એક વીડિયોએ ફિલ્મ નિર્માતાને મુશ્કેલીમાં મૂકી દીધો છે. એક યુઝરે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી કે, આ વીડિયોમાં અનુરાગ કશ્યપ જોઈન્ટ (ગાંજાની બીડી) બનાવી રહ્યો છે, જે ભારતમાં ગેરકાયદેસર છે. જો કે, આ દાવાને નકારી કશ્યપે કહ્યું કે, હું 'તમાકુ' બનાવતો હતો.
યુઝરે લખ્યું કે, 'હેલો @MumbaiPolice, કૃપા કરીને તમે તેને જોશો? અહીં @anuragkashyap72 જોઈન્ટ બનાવી રહ્યાં છે, જે ભારતમાં ગેરકાયદેસર છે.
આ વાતનો જવાબમાં કશ્યપે લખ્યું, 'હા મહેરબાની કરીને @MumbaiPolice એક વાર ચેક કરી લો. સ્પષ્ટતા થવી જોઈએ કે, હું તમાકુ બનાવું છું અને તમે આ તપાસી લો જેથી ભક્તો અને ટ્રોલર્સના મનને શાંતિ મળે. જે બાદ ઘણા ઈન્ટરનેટ યુઝર્સે સવાલ કર્યો કે, લોકડાઉન સમયે ફિલ્મ નિર્માતાને તમાકુ કેવી રીતે મળી, શું આવી વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે?
એક યુઝરે સખ્તાઇથી પૂછ્યું, મને તમારી પ્રમાણિકતા પર માન છે. સસ્તું તમાકુ ખરીદવું અને બનાવવું, પણ હા એક સવાલ તમને આ તમાકું મળી ક્યાથી? શાકભાજીની દુકાનમાંથી કે દવાની દુકાનમાંથી?