ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુરાગે કંગના પર સાધ્યું નિશાન, એક્ટરે ડાયરેક્ટરને કહ્યું - ‘મિની મહેશ ભટ્ટ’ - કંગના રનૌત

આ દિવસોમાં બૉલીવુડની દુનિયામાં હલચલ જોવા મળી રહી છે. આ હલચલમાં કંગના રનૌતે ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો પર આક્ષેપ કર્યા છે. જે બાદ અનુરાગ કશ્યપે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અનુરાગ કશ્યપે ટ્વીટર મારફતે કંગના પર સીધુ નિશાન સાધ્યું હતું. ત્યારબાદ કંગનાએ પણ અનુરાગના ટ્વીટનો જવાબ આપતા તેમને મિની મહેશ ભટ્ટ કહ્યું હતું.

bollywood news
ફિલ્મી જગતના સમાચાર

By

Published : Jul 21, 2020, 3:57 PM IST

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડમાં ઇનસાઇડર અને આઉટસાઇટર બાબતે હલચલ વધી રહી છે.

જેમાં કંગના રનૌતે કેટલાંક ફિલ્મમેકર્સ અને એક્ટર્સ પર સિધા આરોપો લગાવ્યા છે. જ્યારબાદ બૉલીવુડના જાણિતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપે પોતાના ટ્વીટ મારફતે કંગનાને આડે હાથ લીધી હતી.

જેમાં ટ્વીટ કરતા તેમણે કહ્યું કે, કાલે કંગના રનૌતનો ઇન્ટરવ્યુ જોયો. એક સમયે સારી મિત્ર હતી. મારી દરેક ફિલ્મ માટે મારો વિશ્વાસ વધારી મારો સહકાર આપતી હતી, પરંતુ આ નવી કંગનાને હું નથી ઓળખતો અને તેમનો આ ભયંકર ઇન્ટરવ્યું પણ જોયો જે ‘મણિકર્ણિકા’ ફિલ્મ રિલિઝ થયા પછીનો ઇન્ટરવ્યું છે.

અનુરાગ કશ્યપના આ ટ્વીટનો જવાબ આપતા કંગનાએ પણ પોતાનું રિએક્શન આપ્યું હતું. કંગનાએ ટ્વીટ કરતા કહ્યું કે, ‘અહીં મિની મહેશ ભટ્ટ જણાવી રહ્યા છે કે, કંગના હવે બિલકુલ એકલી છે. કંગનાની આજુબાજુ ફેક લોકો છે, જે તેનો ઉપયોગ કરી રહ્યા છે. એન્ટી નેશનલ, અર્બન નક્સલ જે રીતે આતંકીઓને પ્રોટેક્ટ કરે છે એ જ રીતે મૂવી માફિયાઓ પણ પ્રોટેક્ટ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details