અનિલ કપૂરે મનાવી લગ્નજીવનની 35મી વર્ષગાંઠ, પત્ની સુનીતાને આપ્યો ખાસ સંદેશ - gujarati news
મુંબઈઃ પ્રખ્યાત અભિનેતા અનિલ કપૂર અને તેની પત્ની સુનીતા કપૂરે પોતાના લગ્ન જીવનના 35 વર્ષ પુરા કર્યા છે. બંનેએ એક બીજાને પ્રેમ ભર્યા શબ્દોથી એનીવર્સરી વિશ કર્યું હતું.
ફાઈલ ફોટો
અનિલે ટ્વીટ કર્યું હતું કે, ‘મારા જીવનમાં આજ સુધી જે પણ થયું તેમાં તું ખાસ રહી છો.. આપણે વિતાવેલી જિંદગી એક એડવેંચર જેવી રહી છે જેને હું બદલવા માંગીશ નહિં. 11 વર્ષ ડેટિંગ અને 35 વર્ષ લગ્ન જીવનના.. મારા ભવિષ્યના 46 વર્ષ તારી સાથે વિતાવવા માંગુ છું. લગ્ન દિવસની શુભકામના, સુનીતા કપૂર...’