ડાયરેક્ટરે કેપ્શનમાં લખ્યું છે કે, 'ઈરફાન ખાન તમે અવિશ્વસનિય છો. તમે એક પ્રતિષ્ઠિત અભિનેતા પણ છો. હું તમને ખૂબ જ પ્રેમ કરુ છું.' વધુમાં હોમીએ લખ્યું કે, 'હું કાંઈ પણ સંજાગોમાં આ ફિલ્મને બનાવવા માગતો હતો. આ ફિલ્મને બનાવવી અશક્ય લાગી રહી હતી. પરંતુ આ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મને બનાવવી એ ખૂબ જ લાગણીશીલ યાત્રા હતી. હું ફિલ્મના કાસ્ટ અને ક્રૂ મેમ્બરનો આભાર માનું છું, જેમણે આ ફિલ્મને પૂરી કરવામાં મારો સાથ આપ્યો છે.'
ડાયરેક્ટર હોમીએ ઈરફાનની સાથે ફોટો શેર કરી કહ્યું 'તમે અવિશ્વસનીય છો' - Gujarati News
મુંબઈઃ બૉલીવુડ અભિનેતા ઈરફાન ખાનના ફેન્સ ઘણા સમય બાદ તેમને ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’થી ફરી એક મોટા પર્દા પર જોઈ શકશે. ફિલ્મનું શૂટિંગ પૂરૂ થઈ ગયું છે. ડાયરેક્ટર હોમી અદજાનિયાએ ઈરફાનની સાથે ફોટો સેર કરતા શૂટિંગ પૂરુ થયાની જાહેરાત કરી છે. આ ફોટોમાં ઈરફાન હોમીના ખભા પર આરામ કરતા જોવા મળી રહ્યા છે. ફોટાને શેર કરતા હોમીએ એક ખૂબ જ ઈમોશનલ મેસેજ લખ્યો છે.
irrfan khan
કેન્સરની સામે જંગ જીત્યા બાદ અંગ્રેજી મીડિયમ ઈરફાનની કમબેક ફિલ્મ છે. અભિનેતાને કામની સાથે ડૉક્ટર્સની સારી સંભાળ મળી રહે એવા માટે ફિલ્મની વધુ શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કરીના કપૂર લંડન પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય રાધિકા મદાન, ડિંપલ કપાડિયા, દીપક ડોબરિયાલ અને મનુ ઋષિ મુખ્ય ભૂમિતામાં જોવા મળશે. રાધિકા ઈરફાનની દીકરીના કિરદારમાં જોવા મળશે. જે અભ્યાસ માટે લંડન જાય છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.