ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Summons to Shilpa Shetty: શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને સુનદા શેટ્ટીને કોર્ટનો આદેશ... - Magistrate Court Andheri

અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. શિલ્પાને કોર્ટે નોટિસ મોકલી (Andheri court issues summons to Shilpa Shetty) છે. શિલ્પા ઉપરાંત બહેન શમિતા શેટ્ટી અને તેની માતા સુનંદાને પણ સમન (Shamita Shetty mother Sunanda Shetty court summon) જારી કરવામાં આવ્યું છે. કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે.

Andheri court issues summons to Shilpa Shetty: શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને સુનદા શેટ્ટીને કોર્ટનો આદેશ...
Andheri court issues summons to Shilpa Shetty: શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને સુનદા શેટ્ટીને કોર્ટનો આદેશ...

By

Published : Feb 13, 2022, 2:03 PM IST

મુંબઈ: અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે સમન (Shamita Shetty mother Sunanda Shetty court summon) મોકલ્યું છે. શિલ્પા પર એક બિઝનેસમેને 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવાનો આરોપ લગાવ્યો છે. આ બાદ કોર્ટે સમન (Andheri court issues summons to Shilpa Shetty) જારી કર્યું હતું.

વેપારીએ નોંધાવી શિલ્પા વિરુધ્ધ ફરિયાદ

માહિતી અનુસાર, આ સમન્સ શુક્રવારે જારી કરવામાં આવ્યું હતું, જ્યારે વેપારી પરહાદ આમરાએ જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને કહ્યું કે શિલ્પાએ તેને 21 લાખ રૂપિયા દેવાના છે.

આ પણ વાંચો:Lock up Teaser Release: 'લોક અપ'ના ટીઝરમાં દેખાઈ કંગના રનૌતની દબંગગીરી

ત્રણેયને કોર્ટનો ફટકાર

ઉદ્યોગપતિ પરહાદ આમરાની અપીલ પર અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટે (Magistrate Court Andheri) અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ લોન શિલ્પા અને શમિતાના પિતા સુરેન્દ્ર શેટ્ટી દ્વારા લેવામાં આવી હતી. જેની ચૂકવણી કરે આ ત્રિપૂટીએ હજુસુધી કરી નથી તેવો આરોપ છે.

Andheri court issues summons to Shilpa Shetty: શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને સુનદા શેટ્ટીને કોર્ટનો આદેશ...

અમરા એક ઓટોમોબાઈલ એજન્સીના માલિક

બિઝનેસમેન અમરા એક ઓટોમોબાઈલ એજન્સીના માલિક છે. તેણે આરોપ લગાવ્યો છે કે, સુરેન્દ્ર શેટ્ટીએ 2015માં આ રકમ ઉછીના લીધી હતી. જેની જાન્યુઆરી 2017 સુધીમાં ચૂકવણી કરવાની હતી, પરંતુ હવે ત્રણેય આ લોન ચૂકવવાનો ઇનકાર કરી રહ્યા છે.

આ પણ વાંચો:Kangana trolls Gehraiyaan: કંગના રનૌતે ફિલ્મ 'ગહરઇયાં' પર કહ્યું..

ABOUT THE AUTHOR

...view details