ગુજરાત

gujarat

બચ્ચને 'સપ્લાય વોરિયર્સ'ના નિ:સ્વાર્થ કાર્ય માટે માન્યો આભાર, જાણો શું કહ્યું?

અમિતાભ બચ્ચને 'સપ્લાય વોરિયર્સ'ના નિ:સ્વાર્થ કાર્ય માટે આભાર માન્યો હતો. તેમજ લોકોને અપીલ કરી હ તી કે, બિજરૂરી વસ્તુઓ ઘરમાં જમા ન કરો.

By

Published : Apr 9, 2020, 8:30 AM IST

Published : Apr 9, 2020, 8:30 AM IST

amitabh bachchan
amitabh bachchan

મુંબઈ: લોકડાઉન વચ્ચે લોકોની સેવા કરતાં અને લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચાડતા લોકોનો અભિનેતા અમિતાભ બચ્ચને આભાર માન્યો હતો. આ સાથે લોકોને બિનજરૂરી વસ્તઓ ઘરમાં જમા ન કરવાની અપીલ કરી હતી.

સુપરસ્ટારે પોતાના ટ્વિટર પર એક વીડિયો સંદેશ શેર કર્યો છે. જેમાં તે 'સપ્લાય વોરિયર્સ'નો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, 'હું રોજિંદા જીવનનું જોખમ લીધા વિના દેશની સેવામાં વ્યસ્ત રહેનારા # 'સપ્લાય વોરિયર્સ' પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

અભિનેતાએ વધુમાં લખ્યું છે કે, 'દેશને જોડવા માટે તમારા હિંમત અને ઉત્સાહને અમે સલામ કરીએ છીએ.' અભિનેતાએ અગાઉ ઘણા બધી વીડિઓઝ શેયર કર્યા હતાં. જેમાં લોકોને લોકડાઉનને સખત રીતે અનુસરવાની સલાહ આપવામાં આપી હતી. એના થોડા સમય બાદ તેમને ​​તેમના પિતા અને પ્રખ્યાત કવિ હરિવંશ રાય બચ્ચનની કવિતા સંભળાવી હતી અને કહ્યું હતું કે તે તેમને ખૂબ જ યાદ કરે છે.

ABOUT THE AUTHOR

...view details