ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં 'માસ્ક'નો હિન્દી અનુવાદ શેર કર્યો - માસ્ક'નું હિન્દી અનુવાદ

અમિતાભ બચ્ચન હંમેશાં સોશિયલ મીડિયા પર તેમના ચાહકો માટે રમૂજી પોસ્ટ્સ શેર કરે છે. હવે અભિનેતાએ પોતાનો એક ફોટો શેર કરતાં કહ્યું કે, 'માસ્ક', જે કોરોના વાઇરસ જેવી ભયાનક મહામારી સામે લડવામાં આપણી મદદ કરે છે. તેનું હિન્દી ટ્રાન્સલેશન શું થશે?

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં 'માસ્ક'નું હિન્દી અનુવાદ શેર કર્યું
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં 'માસ્ક'નું હિન્દી અનુવાદ શેર કર્યું

By

Published : Jun 24, 2020, 6:47 PM IST

મુંબઇ: કોવિડ -19 મહામારી સામેની લડતમાં માસ્ક મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને માસ્ક વિશેની કેટલીક રસપ્રદ વાતો તેમના ફેંસ સાથે શેર કરી હતી.

બિગ બીએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે 'માસ્ક'નું હિન્દી અનુવાદ શું થાય તેના વિશે જણાવી રહ્યા છે. અમિતાભે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તે એક માસ્ક પહેરેલા જોવા મળે છે.

બિગ બી પહેરેલા માસ્ક પર તેની ફિલ્મ ‘ગુલાબો સીતાબો’નું પોસ્ટર બનાવવામાં આવ્યું છે. ફોટો શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, " મિલ ગયા..મિલ ગયા..બહુત પરિશ્રમ કે બાદ ,માસ્ક કા અનુવાદ મિલ ગયા,' નાસિકામુખસંરક્ષક કીટાનુંરોધક વાયુછાનક વસ્ત્રડોરીયુક્તપટ્ટીકા'

અભિતાભની આ પોસ્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર ફેંસ સાથે કંઈક મનોરંજક વાતો શેર કરે છે.

અમિતાભની ફિલ્મ 'ગુલાબો સીતાબો' હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ છે.જેમાં આયુષ્માન ખુરના પણ મુખ્ય ભૂમિકામાં છે. હવે બિગ બી 'ઝુંડ', 'ચહેરે', 'બ્રહ્માસ્ત્ર' જેવી ફિલ્મમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details