ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બીએ ફિલ્મ 'મિલી'માં પહેલીવાર કરેલા 'ડ્રન્ક સીન'ને યાદ કરતા પોસ્ટ શેર કરી - બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મ સાથે જોડાયેલી માહિતી શેર કરતા રહે છે. ત્યારે, ફરી એકવાર તેમને 1975માં આવેલી ફિલ્મ 'મિલી'ને યાદ કરતા, આ ફિલ્મ વિશે તેમણે જણાવ્યું કે, આ ફિલ્મમાં તેમને પહેલીવાર 'શરાબી'ની ભૂમિકા ભજવી હતી.

બિગ બીએ ફિલ્મ 'મિલી'માં પહેલીવાર કરેલા 'ડ્રન્ક સીન'ને યાદ કરતા પોસ્ટ શેર કરી
બિગ બીએ ફિલ્મ 'મિલી'માં પહેલીવાર કરેલા 'ડ્રન્ક સીન'ને યાદ કરતા પોસ્ટ શેર કરી

By

Published : Jun 23, 2020, 8:16 PM IST

મુંબઈ: બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. બિગ બી તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી સંબંધિત અપડેટ્સ તેમના ફેંસ સાથે શેર કરે છે.

બિગ બીએ તેના પહેલા ડ્રિંક સીનને યાદ કરીને એક આર્ટવર્ક શેર કર્યું, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું, 'મિલી.. ફિલ્મ..જયા ઔર મેં ..ફિલ્મમે મેરા પહેલા ડ્રન્ક સીન..'અમર અકબર એન્થોની' અને ‘સત્તે પે સત્તા’ શેર કરેલી આ પોસ્ટ ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે.

ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મ 1975માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું દિગ્દર્શન ઋષિકેશ મુખર્જીએ કર્યું હતું. જેમાં જયા બચ્ચન અને અશોક કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

બિગ બીએ તાજેતરમાં જ એક બીજો ફોટો શેર કર્યો છે, જેમાં જગન્નાથ રથયાત્રાની ઝલક જોવા મળી રહી છે. આ ફોટા સાથેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, '23 જૂન જગન્નાથ રથયાત્રા .. તહેવારની ભવ્યતાને કારણે, જગન્નાથ શબ્દ માંથી અંગ્રેજી શબ્દ જાગરનાટ આવ્યો,જેનો અર્થ ખૂબ શક્તિશાળી અને ભારે થાય છે. જગન્નાથનું મંદિર પુરી ઓડિશામાં છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, બિગ બી છેલ્લે ‘ગુલાબો સીતાબો’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. જેમાં આયુષ્માન ખુરાનાએ પણ તેમની સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અભિનેતા હવે 'ઝુંડ', 'ચહેરે', 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મોમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details