ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માઉથ ઓર્ગન વગાડતા બાળકનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા બિગ બી થયા ભાવુક - અમિતાભ બચ્ચને માઉથ ઓર્ગન વગાડતા બાળકનો વીડિયો શેર કર્યો

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના વાઇરસ થી સંક્રમિત થવાને કારણે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે તેઓ સોશીયલ મીડિયા પર અવારનવાર તેમના ચાહકોને અપડેટ આપતા રહે છે. હાલમાં જ તેમણે માઉથ ઓર્ગન વગાડતા એક છોકરાનો વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

માઉથ ઓર્ગન વગાડતા બાળકનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા બિગ બી થયા ભાવુક
માઉથ ઓર્ગન વગાડતા બાળકનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા બિગ બી થયા ભાવુક

By

Published : Jul 28, 2020, 6:15 PM IST

મુંબઇ: જો તમે સુપરહિટ ફિલ્મ 'શોલે' જોઈ હશે તો તમને યાદ હશે કે તેમાં અમિતાભ બચ્ચન માઉથ ઓર્ગન વગાડતા જોવા મળે છે. આવો જ એક વીડિયો બિગ બીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જેમાં એક બાળક માઉથ ઓર્ગન વગાડી રહ્યો છે અને બિગ બી તેનાથી ઘણા પ્રભાવિત થયા છે.

બચ્ચને કેપશનમાં લખ્યું, "મે આવું માઉથ ઓર્ગન વાગતું પહેલા ક્યારેય નથી સાંભળ્યું. અદભૂત, અદભૂત, અદભૂત!"

અમિતાભ બચ્ચન હંમેશા તેમના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર અવનવી પ્રતિભાઓને તક આપતા રહે છે. તેમના વીડિયો શેર કરી તેઓ તેમને નામના અપાવવાના પ્રયાસો કરતા રહે છે.

આ પહેલા તેમણે કર્ણાટકી અને પશ્ચિમી સંગીતના સંયોજન સાથે ગીત ગાતી એક યુવતિનો વીડિયો શેર કર્યો હતો જેને શેર કરતા તેમણે લખ્યું હતું કે "મારા એક મિત્રએ મને આ મોકલ્યું, મને નથી ખબર કે આ યુવતી કોણ છે પરંતુ હું તેને કહેવા માંગીશ કે તેનો અવાજ ખરેખર ભગવાનની દેન છે."

ઉલ્લેખનીય છે કે મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાથી સ્વસ્થ થઇ જાય તેવી નિયમિતપણે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ અને અભિષેક હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે આરાધ્યા અને ઐશ્વર્યાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details