ગુજરાત

gujarat

By

Published : Jul 26, 2020, 6:53 PM IST

ETV Bharat / sitara

કોરોનાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છેઃ અમિતાભ બચ્ચન

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલ નાણાવટી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. આ દરમિયાન તેમણે પોતાના બ્લોગ પર લખ્યું હતું કે, કોવિડ-19ની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. કારણ કે, આ સમયે તમે એકલા થઈ જાવ છો.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

મુંબઈઃ બૉલીવુડના શહેનાહ અમિતાભ બચ્ચન સહિત તેના પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ હતા. જેમની સારવાર નાણાવટી હૉસ્પિટલમાં થઈ રહી છે. BIG B સહિત તેમના દીકરા અભિષેક બચ્ચન, વહુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા કોરોના સંક્રમિત છે. જો કે, હાલ, તેમની તબિયતમાં સુધાર છે. સારવાર દરમિયાન પણ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તો પોતના ચાહકો માટે પોતાનો અનુભવ શેર કરતા રહે છે.

હાલમાં જ તેમને પોતાના બ્લોગ પર કોરોના અંગે લખ્યું હતું કે, આ વાઈરસના કારણે મેન્ટલ હેલ્થ પર પણ અસર પડે છે. તેમણે લખ્યું હતું કે, " રાતના અંધરામાં એક ઠંડી રૂમમાં હું ગાતો હતો. ઉંઘવાનો પ્રયત્ન કરતો હતો. આંખ બંધ કરતો ત્યારે ભાસ થતો કે મારી પાસે કોઈ નથી. કેટલાય અઠવાડિયા થઈ ગયા છે મેં કોઈને જોયા નથી. ડૉક્ટર પણ આવે છે જે PPE કીટમાં હોય છે."

આગ વાત કરતાં તે કહે છે કે, "આની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે? સાઈકોલજિસ્ટના જણાવ્યાનુસાર, હા, આ વાઈરસની અસર માનસિક સ્વાસ્થય પર પડે છે. હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા બાદ પણ દર્દીઓ ડરેલા રહે છે અને જાહેરમાં નીકળતા પણ ડરે છે. તેમને લાગે છે કે, હજુ પણ લોકો તેમનાથી દૂર રહેવાન પ્રયત્ન કરશે. જેના કારણે માણસ એકલતાના તણાવમાં ધસી જાય છે. "

નોંધનીય છે કે, દિવસ-રાત તેમના સ્વાસ્થ્ય સુધાર આવે તે માટે લોકો મોટી સંખ્યામાં પ્રાર્થના કરી રહ્યાં છે. જે બદલ અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા સૌનો આભાર પણ માન્યો હતો.

બચ્ચન પરિવારમાં કોરોના પોઝિટિવ આવ્યાં બાદ તેમના ચારેય બંગલા- જલસા. જનક, વત્સા અને પ્રતીક્ષાને BMCએ સીલ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details