ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચને હિંદી સિનેમામાં પૂર્ણ કર્યા 52 વર્ષ - બોલિવૂડ

અમિતાભ બચ્ચનને 7 નવેમ્બરે હિન્દી સિનેમામાં(INDIAN CINEMA) 52 વર્ષ પૂરા કર્યા આથી અમિતાભે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

અમિતાભ બચ્ચને હિંદી સિનેમામાં પૂર્ણ કર્યા 52 વર્ષ
અમિતાભ બચ્ચને હિંદી સિનેમામાં પૂર્ણ કર્યા 52 વર્ષ

By

Published : Nov 7, 2021, 4:06 PM IST

  • સદીના મહાનાયકે બોલિવૂડમાં પૂર્ણ કર્યાં 52 વર્ષ
  • સોશિયલ મીડિયામાં ફેન્સને આપી માહિતી
  • ફેન્સે અભિનેતાને પાઠવી શુભેચ્છા

ન્યૂઝડેસ્ક : અમિતાભ બચ્ચને 7 નવેમ્બરના રોજ હિન્દી સિનેમામાં(INDIAN CINEMA) 52 વર્ષ પૂરા કર્યા છે. આથી મહાનાયકે પોતાની ડેબ્યૂ ફિલ્મ સાત હિંદુસ્તાનીની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા અમિતાભ બચ્ચને જ આ માહિતી શેર કરી છે. અમિતાભ બચ્ચને ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી અભિનયની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

સોશિયલ મીડિયામાં શેર કરી તસવીર

અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની ડેબ્યૂ ફિલ્મ સાત હિન્દુસ્તાનીની બ્લેક એન્ડ વાઇટ તસવીર શેર કરતાં જણાવ્યું હતું કે 15 ફેબ્રુઆરી, 1969ના રોજ મેં પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની સાઇન કરી હતી અને સાત નવેમ્બરે, 1969ના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ હતી. આજે મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 52 વર્ષ પૂરા કર્યા છે. અમિતાભે ટ્વિટર પર પણ સાત હિન્દુસ્તાનીની બે તસવીરો શેર કરી હતી. અમિતાભની આ પોસ્ટ જોઇને અનેક ફેન્સએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પણ વાંચો:શું આલિયા ભટ્ટ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા પહેલાં જશે હોલિવૂડ ?

આ પણ વાંચો:HAPPY BIRTHDAY AISHWARYA: ઐશ્વર્યા રાય બચ્ચન 48 જન્મદિવસ પરિવાર સાથે ઉજવશે

ABOUT THE AUTHOR

...view details