મુંબઇ: વૈશાખ નાયર નામના યુવકનો એક ટિક ટોક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં, યુવક દૂરદર્શનની આઇકનિક ટ્યુન પર બ્રેક-ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે.
દૂરદર્શનની આઇકોનિક ધૂન પર નૃત્ય કરતા એક યુવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વૈશાખ તેના બ્રેક-ડાન્સ સ્ટેપ્સ બતાવી રહ્યો છે. તે દરેક બીટ પર એક દમદાર ચાલ કરી રહ્યું છે.
તેમણે વીડિયો સાથેના કપ્શનમાં લખ્યું કે, "દૂરદર્શનને સપનામાં પણ નઇ વિચાર્યુ હોઇ કે દૂરદર્શનની આઇકનિક ટ્યુન પર બ્રેક-ડાન્સ તેની કલ્પના પણ નઇ હોઇ." વૈશાખના ઉત્સાહી પગલાને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વૈશાખના આ વીડિયો પર પ્રેક્ષકોએ લખ્યું, "તે ઇન્ટરનેટ પર એક રત્ન છે." બીજા લખ્યું, પ્રેક્ષકે "અદ્ભુત ભાઈ!" આમ તેના વીડિયોના વખાન થઇ રહ્યા હતા.