ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિવંગત અભિનેતા ઇરફાન ખાનના પુત્રએ શેર કર્યો જૂની યાદોનો એક વીડિયો... - ઇરફાન ખાનના દિકરાએ પાણી પુરી વીડિયો શેર કર્યો

ઇરફાન ખાને 56 વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે કોલન સંક્રમણને લીધે મુંબઇના કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Etv Bharat, Gujarati News, Irrfan Khan Pani Puri Video
Irrfan Khan

By

Published : May 2, 2020, 12:08 PM IST

મુંબઇઃ બૉલિવૂડ એક્ટર ઇરફાન ખાને 29 એપ્રિલે દુનિયાને અલવિદા કહ્યું હતું. પિતાના નિધન બાદ તેમના દિકરા બાબિલે પોતાના પિતાને યાદ કરતાં એક જૂનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પાણીપુરી ખાતા જોવા મળી રહ્યા છે.

બાબિલે વીડિયોના કૈપ્શનમાં લખ્યું કે, તેઓ લાંબા સમયથી ડાઇટ પર હતા અને જેવું જ શૂટિંગ પુરૂં થયું તેમણે પાણીપુરી ખાધી હતી. તે ખૂબ જ આનંદથી તેનો સ્વાદ લઇ રહ્યા હતા. આ વીડિયોને જોઇને તેના ફેન્સ ફરીથી તેને યાદ કરી રહ્યા છે.

વધુમાં જણાવીએ તો રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ઇરફાન ખાને 53 53 વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે કોલન સંક્રમણને લીધે મુંબઇના કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details