હૈદરાબાદ : તેલુગુ અભિનેતા અલ્લૂ અર્જુન તેમના ચાહકોમાં સ્ટાઈલિશ સ્ટાર તરીકે ઓળખાય છે. ફિલ્મી દુનિયામાં તેમણે 17 વર્ષ પૂર્ણ કર્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે આ વાત કરી હતી. આ સાથે ઉમેર્યુ હતું કે, ઘણા સમય પહેલા તેમણે જે વિચાર્યુ હતું તે છેક હવે તેમને મળી રહ્યું છે.
અલ્લૂ અર્જુને ફિલ્મી સફરમાં કર્યા 17 પુર્ણ - અલ્લૂ અર્જુને ફિલ્મી સફરમાં 17 કર્યા પુરા
તેલુગુ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા અલ્લૂ અર્જુને તેની ફિલ્મ કારકિર્દીમાં 17 વર્ષ પૂરા કર્યા છે.
અલ્લૂ અર્જુને ફિલ્મી સફરમાં 17 કર્યા પુરા
આ તકે અલ્લૂ અર્જુનના લાખો પ્રશંસકો એક ઝલક મેળવવા કંઈ પણ કરવા તૈયાર હોય છે. આ સ્ટારડમ પર ક્યારેક વિપરીત અસર પાડે છે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ હતું કે, ઈમાનદારીથી કહું તો આ એક જીવનનો એક ભાગ જ છે. મારા મત મુજબ આટલા વર્ષો મે આ સ્ટારડમ કમાવવા કામ કર્યુ છે.
તેમણે ઉમેર્યુ હતું કે, જ્યારે પણ સ્ટારડમની વાત આવે ત્યારે મને હંમેશા આભારની લાગણી જન્મે છે. આ એ જ છે જેની મેં હંમેશા ઈચ્છા રાખી હતી. હવે તેને હુ ટકાવી રાખવા માગુ છું.