બૉલુવુડની મલ્ટીટેલેન્ટેડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી છે. જેમાં તે તેમના પિતા અને બૉલીવુડના ડાયરેક્ટર મહેશ ભટ્ટ સાથે છે.
આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ‘સડક-2’ માટેનું શૂંટિગ ઉંટીમાં પિતા મહેશ-ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટની સાથે કર્યુ હતું. ત્યારબાદ તમિલનાડુમાં શૂંટિગ કર્યા બાદ શિડ્યૂલ રૈપ-અપની માહિતી આપી છે. 26 વર્ષની આલિયાએ તેમના પિતાની એનર્જી વિશે કહ્યું કે, સમગ્ર ક્રુ એક સાથે મળ્યા બાદ પણ તેમના પિતાની એનર્જી વધુ છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટ્રાગ્રામ પર એક સ્ટોરી શેર કરી કેપ્શનમાં લખ્યું કે, શિડ્યૂલ રૈપ-અપ... ઓલ્ડ મેન પાસે સમગ્ર ક્રૂ ને એક સાથે કર્યા બાદ પણ વધુ એનર્જી છે. love u daddy. આલિયાએ તેમની બહને પણ પાછળ છોડી નથી, આલિયાએ એક ટ્રાયો ફૂટવેરની રમજુ પોસ્ટ શેર કરી છે. જેમાં આલિયાએ ગુલાબી ફ્લિપ-ફ્લોપ પહેર્યા છે.