- આલિયા ભટ્ટ, અભિનેતા રણબીર કપૂર સાથે લગ્નને લઈને ચર્ચામાં
- આલિયા તેના હોલિવૂડના કોઈપણ પ્રોજેક્ટની ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત
- વર્ષ 2022 શરૂ થાય તે પહેલા આલિયા હોલિવૂડના કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી શકે છે: અહેવાલ
હૈદરાબાદ: આલિયા ભટ્ટ (Alia Bhatt), રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે લગ્નના સમાચારોને કારણે ઘણી ચર્ચામાં છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, આ કપલ આ વર્ષના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર અને આલિયા જાન્યુઆરી 2022માં લગ્ન કરશે. લગ્નની આ અટકળો વચ્ચે હવે આલિયા વિશે એવા સમાચાર છે કે, તે પોતાના સિક્રેટ હોલિવૂડ પ્રોજેક્ટની જાહેરાત કરી શકે છે.
પ્રોજેક્ટ શું છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી
પિંકવિલાએ ઈન્ડિયા ટુડેના સમાચારને ટાંકીને જણાવ્યું છે કે, વર્ષ 2022 શરૂ થાય તે પહેલા આલિયા હોલિવૂડના કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આલિયાએ વિલિયમ મોરિસ એન્ડેવર સાથે હાથ મિલાવ્યા છે. આલિયા હોલિવૂડ સ્ટૂડિયોના પણ સંપર્કમાં છે અને ટૂંક સમયમાં કોઈ ડીલના સમાચાર આવી શકે છે પરંતુ આ હોલિવૂડ પ્રોજેક્ટ શું છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી કેદારનાથની મુલાકાતને લઈને અભિનેત્રી ઉર્વશી રૌતેલા ટ્રોલ થઈ
આલિયા પહેલાથી જ હોલિવૂડની ઘણી સ્ક્રિપ્ટ્સને નકારી ચૂકી છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા (Alia Bhatt) એ ઘણી સ્ક્રિપ્ટ જોઈ છે. જેમાંથી એક તેને પસંદ પણ આવી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આલિયા ભટ્ટ વર્ષ 2022 શરૂ થાય તે પહેલા તેના હોલિવૂડ પ્રોજેક્ટની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આલિયા હોલિવૂડ સ્ટાર જેનિફર લોરેન્સની જેમ હોલિવૂડ પ્રોજેક્ટ્સ કરવાના મૂડમાં છે. આલિયા પહેલાથી જ હોલિવૂડની ઘણી સ્ક્રિપ્ટ્સને પસંદ ન હોવાને કારણે નકારી ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આલિયાએ જે હોલિવૂડ એજન્સી સાથે ડીલ કરી છે તે ગેલ ગેડોટ, ઓપ્રાહ વિન્ફ્રે, ચાર્લીઝ થેરોન અને અન્ય સ્ટાર્સનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો: સ્વર્ગસ્થ પુનીત રાજકુમાર જે 1800 વિદ્યાર્થીઓની સંભાળ લેતા હતા, તેની જવાબદારી તમિલ અભિનેતા વિશાલે સ્વીકારી
રણબીર- આલિયાએ દિવાળીની ઉજવણી પણ સાથે કરી હતી
ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ કપલે દિવાળીની ઉજવણી પણ સાથે કરી હતી. રણબીર- આલિયાની દિવાળી સેલિબ્રેશનની ઘણી તસવીરોએ સામે આવી હતી. આલિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે રણબીર કપૂર સાથેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માં, રામચરણ તેજા અને જુનિયર NTR સાથેની PEN ઈન્ડિયા ફિલ્મ 'RRR', સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રોકી અને રાનીની પ્રેમ કહાની' ફિલ્મમાં જોવા મળશે.