ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2021માં કરશે લગ્ન - અલી ફઝલ લગ્ન

બોલિવૂડની લોકપ્રિય જોડીઓમાંની એક તેમજ ફિલ્મ 'ફુકરે'થી પ્રખ્યાત થયેલા અલી ફઝલ અને રિચા ચઢ્ઢા કે જેઓ આ વર્ષે ધામધૂમપૂર્વક લગ્નગ્રંથિથી જોડાવાના હતા તેમણે તેમના લગ્ન પાછા ઠેલ્યા છે. હવે 2021ના શરૂઆતના મહિનામાં તેઓ લગ્ન કરે તેવી સંભાવના છે.

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2021માં કરશે લગ્ન
અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2021માં કરશે લગ્ન

By

Published : Aug 4, 2020, 3:31 PM IST

મુંબઈ: બોલિવૂડના લોકપ્રિય કલાકારો રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લાંબા સમયની રીલેશનશીપ બાદ લગ્નગ્રંથિથી જોડાવવાના છે ત્યારે આ વર્ષે એટલે કે 2020ના એપ્રિલમાં તેમણે આ માટેનું આયોજન કર્યું હતું. પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે તેમણે આ વર્ષે યોજના માંડી વાળતા આવતા વર્ષે પરણે તેવી શક્યતાઓ છે.

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2021માં કરશે લગ્ન

આ વિશે એક ઇન્ટરવ્યૂમાં અલીએ જણાવ્યું, "જોઈએ આ ન્યૂ નોર્મલને આપણે કેટલા સમયમાં સ્વીકારી શકીએ છીએ. અમે આ માટે તૈયાર થઇએ પછી તારીખ નક્કી કરીશું. કદાચ આવતા વર્ષે."

તો રિચાએ પણ કહ્યું, "આ પ્રસંગે સામેલ થનારા તમામ લોકોના હિતમાં અમે આ નિર્ણય લીધો છે. અમારા માટે આ થોડું દુઃખદ છે કેમકે બંનેના ઘરમાં લગ્નને લગતી તમામ તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી હતી. અમે દિલ્હી, મુંબઇ અને લખનઉમાં લગ્નની અમુક વિધિઓ રાખવાનું નક્કી કર્યું હતું. પણ મહામારીની ભયાનકતાને ધ્યાનમાં લેતા આ વર્ષ માટે લગ્ન મોકૂફ રાખવા પડ્યા."

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2012માં આવેલી ફિલ્મ 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. તેમણે 2015થી એકબીજાને ડેટ કરવાનું ચાલુ કર્યું હતું.

અલીએ રિચાને તેમના માલદીવ્ઝ વેકેશન વખતે ખાસ અંદાજમાં પ્રપોઝ કરી હતી. અને આ વર્ષના અંત સુધીમાં તેમણે લગ્નને લગતી તમામ વ્યવસ્થાઓ પણ ફાઈનલ કરી નાખી હતી.

ABOUT THE AUTHOR

...view details