- અક્ષય કુમારે 'પૃથ્વીરાજ'નું ટીઝર શેર કર્યું
- ફિલ્મમાં માનુષી છિલ્લર, સંજય દત્ત અને સોનુ સૂદ પણ મહત્વની ભૂમિકામાં
- કહાનીને મૂળ તથ્યોથી છેડછાડ કર્યા વગર દર્શાવવાનો પ્રયત્ન
મુંબઈ: અભિનેતા અક્ષય કુમારે (akshay kumar) સોમવારના કહ્યું કે, તેમની આવનારી ફિલ્મ 'પૃથ્વીરાજ' (prithviraj)માં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ (prithviraj chauhan)ના જીવનથી જોડાયેલા તથ્યો સાથે છેડછાડ કર્યા વગર, વાસ્તવિક રીતે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ મહાન સમ્રાટની બાહદુરી અને સાહસને એક શ્રદ્ધાંજલિ (tribute) છે. યશરાજ ફિલ્મ (yashraj film)ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ (akshay kumar as prithviraj)ની ભૂમિકામાં જોવા મળશે, જેમણે મોહમ્મદ ઘોરી (muhammad ghori)ના બર્બર આક્રમણનો બહાદુરીથી સામનો કર્યો હતો.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ફિલ્મનો ટીઝર શેર કર્યું
ફિલ્મ નિર્માણ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદી (chandraprakash dwivedi)એ કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર (prithviraj chauhan film teaser) શેર કર્યું છે. આ ફિલ્મ 21 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે તેવી જાણકારી આપવામાં આવી છે. અક્ષય કુમારે એક નિવેદનમાં જણાવ્યું કે, "પૃથ્વીરાજ'ના ટીઝરમાં ફિલ્મની આત્મા, મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવનનો સારાંશ વસ્યો છે. એ સમ્રાટ જે કોઈથી પણ ડરતા નહોતા. આ તેમની વીરતા અને તેમના જીવનને અમારી શ્રદ્ધાંજલિ છે."
પૃથ્વીરાજ વિશે જેટલું વાંચું છું એટલો સ્તબ્ધ થઈ જાઉં છું - અક્ષય કુમાર
અક્ષયે જણાવ્યું કે, "તેમના વિશે જેટલું પણ વાંચું છું, એટલો વધારે સ્તબ્ધ થઈ જાઉં છું. કેવી રીતે અંતિમ શ્વાસ સુધી તેમણે પોતાના જીવનની દરેક ક્ષણનું પોતાના દેશ અને પોતાના મૂલ્યો માટે બલિદાન આપ્યું."