મુંબઇ: અભિનેતા અક્ષય ઓબરોયે પોતાની પ્રતિભા કેટલાક શોમાં બતાવી ચૂક્યા છે. તેઓ શોર્ટ અને ફિચર ફિલ્મોની સાથે સાથે વેબ સીરીઝમાં પણ કામ કરી ચૂક્યા છે. હવે તેઓ મશહૂર નિર્માતા એકતા કપૂર સાથે ટેલીવિઝન શોમાં કામ કરવાની ઇચ્છા બતાવી છે.
અક્ષયની પાસે આ સમયે કેટલાક પ્રોજેક્ટ છે જેમાં તે કામ કરી રહ્યો છે. જેમાંથી એક એકતા કપૂરની ફિલ્મ પણ સામેલ છે. આ ફિલ્મમાં દિશા પટની મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મ વિશે અક્ષયે જણાવ્યું કે, આ એક પંજાબી છોકરી વિશે છે, જે જ્યોતિષશાસ્ત્ર પર વિશ્વાસ કરે છે. આ આગાઉ અક્ષય એકતાની વેબ સીરીઝ ‘દ ટેસ્ટ કેસ’ અને ‘હમ તુમ એન્ડ દેમ’માં પણ કામ કરી ચૂક્યો છે. એકતા ટીવીની દુનિયામાં ખુબ મશહૂર છે.