ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Akshay kumar Tiger shroff Movie: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આ ફિલ્મમાં મચાવશે ધમાલ - અક્ષય કુમાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ફિલ્મ બડેમિયાં છોટેમિયાંનું (BadeMiyan Chote Miyan 2) ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે, જે જોતા લાગે છે કે, આ ફિલ્મ પૂરી એક્શન ફિલ્મ છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ (Akshay kumar Triger shroff Movie) એક સાથે જોવા મળશે. ઉપરાંત, આ ફિલ્મ કુલ પાંચ ભાષાઓમાં રિલીઝ (BadeMiyan ChoteMiyan Release Date) થશે. જાણો આ ફિલ્મ ક્યારે થશે રિલીઝ...

Akshay kumar Tiger shroff Movie: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આ ફિલ્મમાં મચાવશે ધમાલ
Akshay kumar Tiger shroff Movie: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આ ફિલ્મમાં મચાવશે ધમાલ

By

Published : Feb 8, 2022, 1:17 PM IST

Updated : Feb 9, 2022, 3:13 PM IST

મુંબઈ: ફિલ્મ બડેમિયાં છોટેમિયાંનું (BadeMiyan Chote Miyan 2) ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે, જે જોતા લાગે છે કે, આ ફિલ્મ પૂરી એક્શન ફિલ્મ છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એક સાથે જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ એમ પાંચ ભાષામાં રિલીઝ (BadeMiyan ChoteMiyan Release Date) કરવામાં આવશે. જાણો આ ફિલ્મ ક્યારે થશે રિલીઝ...

અક્ષય કુમાર અને અભિનેતા ટાઈગર શ્રોફ મચાવશે ધમાલ

સુપરસ્ટાર અક્ષય કુમાર અને અભિનેતા ટાઈગર શ્રોફ એક્શનર બડેમિયાં છોટેમિયાંમાં અભિનય કરવા માટે તૈયાર છે. ખરેખર તો આ ફિલ્મ તો 1998માં રિલીઝ થયેલી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું અનુસરણ છે, જે વાશુ ભગનાની દ્વારા નિર્મિત હતી અને નિર્દેશન ડેવિડ ધવન દ્વારા કરાયું હતું. વાશુ ભગનાનીએ કહ્યું કે, તેઓ આ ફિલ્મને "નવી પેઢીના દર્શકો" સમક્ષ રજૂ કરવા માટે ઉત્સાહિત છે. તેણે કહ્યું, "તે મારા હૃદયની ખૂબ જ નજીકની ફિલ્મ છે કારણ કે તે બે દિગ્ગજ અમિતાબજી અને ગોવિંદાને એકસાથે લાવી હતી અને મારા પ્રિય ડેવિડજી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. મારા છોટે મિયાં જેકીને અલી અબ્બાસ ઝફર સાથે તે જાદુને ફરીથી બનાવતા જોવું ખૂબ જ આનંદદાયક છે.

આ પણ વાંચો:Pravin kumar Sobti Passed Away: ''મહાભારત'માં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમારે 74 વર્ષની વયે દુનિયાને કહ્યું 'અલવિદા'

કુમાર અને શ્રોફ ફિલ્મમાં પ્રથમ વખત સાથે

કુમાર અને શ્રોફ ફિલ્મમાં પ્રથમ વખત સાથે જોવા મળશે.. અક્ષય કુમારે આ ફિલ્મની જાહોરાતનો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Akshay Kumar Instagram Account) પર શેર કર્યો છે. જેમાં કેપ્શન પણ આપ્યું છે કે, જે વર્ષે તમે આ દુનિયામાં ડેબ્યુ કર્યું, મેં ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. "ફિર ભી મુકાબલા કરોગે છોટે મિયાં? ચલ ફિર હો જાયે ફુલ-ઓન એક્શન! @iTIGERSHROFF #BadeMiyanChoteMiyan ક્રિસમસ 2023,"

શ્રોફે પોસ્ટ કરી કહ્યું..

આ સાથે શ્રોફે પોસ્ટ કરી કહ્યું કે, "ડબલ એક્શન, ડબલ ધમાકા!! તૈયાર બડે @અક્ષયકુમાર તો ખિલાડીયો કી તરહ દેખાયે હીરોપંતી? તમારા બધા સમક્ષ પ્રસ્તુત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું, અત્યાર સુધીની સૌથી મોટી એક્શન એન્ટરટેઈનર #BadeMiyanChoteMiyan" બડેમિયાં છોટેમિયાંને વશુ ભગનાની અને પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા ઝફરની AAZ ફિલ્મો સાથે મળીને રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:Lata mangeshkar Passed Away: લતાજીના એક ફેને કર્યું કઇક આવુ...તેના બીજા ફેનને મુકી દીધા પાછળ, જાણો કંઇ રીતે

Last Updated : Feb 9, 2022, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details