ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષય કુમારે OMG 2ની નવી પોસ્ટ શેર કરી - Akshay Kumar film OMG 2

અભિનેતા અક્ષય કુમારે(Akshay Kumar) ફિલ્મ OMG 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર OMG 2ની પોસ્ટ શેર કરીને માહિતી આપી.

અક્ષય કુમારે OMG 2ની નવી પોસ્ટ શેર કરી
અક્ષય કુમારે OMG 2ની નવી પોસ્ટ શેર કરી

By

Published : Oct 23, 2021, 3:48 PM IST

  • અક્ષય કુમારે ફિલ્મ OMG 2નું શૂટિંગ શરૂ કરી દીધું
  • સોશિયલ મિડીયા પર શેર કરી પોસ્ટ
  • અક્ષય નવો લુક, શિવના અવતારમાં

ડેસ્ક ન્યુઝ: અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) આ દિવસોમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં વ્યસ્ત છે. અક્ષય પાસે આજકાલ ફિલ્મોની લાઈન છે. ત્યારે હવે અક્ષય પોતાની આગામી ફિલ્મ OMG 2 નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.

OMG 2 ફિલ્મ સામાજિક મુદ્દો પર આધારિત

અક્ષય કુમારે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં તે ભગવાન શિવના અવતારમાં જોવા મળે છે. પોસ્ટર શેર કરતા અક્ષયે લખ્યું - કર્તા કરે ના કર. શિવ સે હોય. તમારા બધાના આશીર્વાદની જરૂર છે. OMG 2માં અમે તમારી સામે એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો લાવી રહ્યા છીએ. આદિયોગીની શાશ્વત ઉર્જા આપણને આ યાત્રા દ્વારા આશીર્વાદ આપે. હર હર મહાદેવ

ઉજ્જૈન ઈન્દોરમાં OMG 2નું શુંટીગ

OMG 2 માં અક્ષય કુમાર સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી(Yami Gautam and Pankaj Tripathi)ની પણ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. ઉજ્જૈનમાં OMG 2નું 17 દિવસનું શેડ્યૂલ રાખવામાં આવ્યું છે. ઉજ્જૈન ઉપરાંત OMG 2 નું શૂટિંગ પણ ઈન્દોરમાં પણ થવાનું છે. 7 નવેમ્બર સુધી ઉજ્જૈન અને ઈન્દોરમાં શૂટિંગ ચાલશે.

ફેન્સને ફિલ્મમાં કઈક નવુ જોવા મળશે

આ ફિલ્મ 2012માં આવેલી ફિલ્મ OMGની સિક્વલ છે. ફિલ્મના પહેલા ભાગમાં પરેશ રાવલ અક્ષય સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ધાર્મિક માન્યતાઓ પર આધારિત હતી. ફિલ્મ OMG 2માં જૂની વાર્તાને આગળ વધારવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ શહેરના ધાર્મિક સ્થળો પર કરવામાં આવશે. ચાહકો ફિલ્મમાં કંઈક નવું જોવા મળશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

અક્ષય કુમાર ફિલ્મનું શૂટીંગ કર્યું ચાલુ

અક્ષય કુમારે ઉજ્જૈનના રામઘાટમાં OMG 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનું શૂટિંગ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ થશે. જોકે, ફિલ્મના શૂટિંગ દરમિયાન મુલાકાત લેનારાઓ માટે કોઈ સમસ્યા નથી. આ સાથે પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવશે. જેથી ફિલ્મના શૂટિંગમાં કોઈ સમસ્યા ન આવે. અક્ષયનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ વલસાડ: માલવણ ગામે રહેતા યુવકે પોતાની કોઠાસૂઝથી બનાવ્યા અવનવા ગેજેટ્સ

આ પણ વાંચોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી નીરજ ચોપરા પોતાની બાયોપિકમાં કોને જોવા માગે છે? જુઓ.

ABOUT THE AUTHOR

...view details