મુંબઈ: અભિનેતા અક્ષય કુમારે સોમવારે પીઢ હોકી ખેલાડી બલબીર સિંહના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. અક્ષય કુમારે બલબીર સિંહ સાથેની એક તસવીર ટ્વિટર પર શેર કરી હતી.
અક્કીએ ટ્વિટર પર લખ્યું કે, હોકીના લિજેન્ડ #બલબીર સિંહજીના અવસાન વિશે સાંભળીને દુ:ખ થયું. સદભાગ્યે ભૂતકાળમાં તેમની સાથે મુલાકાત થઈ હતી. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. સોમવારે તેમના પૌત્ર કબીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બલબીર સિંહનું આજે સવારે નિધન થયું હતું.