ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'હાઉસફુલ 4'ની ટીમે લોકોને બનાવ્યા 'ફૂલ': અક્ષયકુમારે ચાહકોને કર્યા નિરાશ - IRCTCની 8 ડબ્બાવાળી

કોટા : પ્રમોશન ઓન વ્હીલ્સના કોન્સેપ્ટની સાથે 'હાઉસફુલ 4' એક્સપ્રેસ નવી દિલ્લી પહોચી છે. ટ્રેનમાં અક્ષય કુમાર, બૉબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનન સહિત અન્ય કલાકારો હાજર રહ્યા હતા. બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર વિશેષ ટ્રેન મારફતે કોટા રેલ્વે સ્ટેશન પર પહોચ્યાં હતા. અક્ષયના ફેન્સ સૈકડોની સંખ્યામાં રેલ્વે સ્ટેશન પર પહોચ્યાં હતા. જે ટિકીટ લઈ પ્લેટફોર્મ પર આવ્યા હતા. પરંતુ અક્ષય કુમાર ટ્રેન બહાર આવ્યા ન હતાં. જેથી પ્લેટફોર્મ પર આવેલા ફેન્સ નિરાશ થઈ પરત ફર્યા હતા.

etv bharat

By

Published : Oct 17, 2019, 6:42 PM IST

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર તેમની અપકમિંગ ફિલ્મ 'હાઉસફુલ 4'ના પ્રચાર માટે ટ્રેનથી મુંબઈ થી દિલ્લીની યાત્રા કરી હતી. ત્યારે આજે કોટા રેલ્વે સ્ટેશન પર પહોચ્યાં હતા. અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ હાઉસફુલ 4ના નિર્માતાઓએ ફિલ્મના પ્રચાર માટે પહેલાથી જ એક ટ્રેન બુક કરી હતી. IRCTCની 8 ડબ્બાવાળી પ્રથમ "પ્રમોશન ઓન વ્હીલ્સ" ટ્રેન હાઉસફુલ 4 ટીમને સાથે લઈ મુંબઈ બપોરના 3:15 કલાકે રવાના થઈ હતી. જે આજે સવારે 5: 35 કલાકે કોટા પહોચી હતી. પરંતુ અક્ષય કુમારે ટ્રેન બહાર પ્રશંસકોનું અભિવાદન ન કરતા સૈકન્ડો ફૈન્સ નારાજ થયા હતા.ટ્રેન 15 મિનીટ ઉભી રહ્યા બાદ 5:50 કલાકે કોટાથી દિલ્લી રવાના થઈ હતી. આ ટ્રૈનમાં એક પૈન્ટ્રી કાર 2 SLR અને 5 યાત્રી કોચ છે.

અક્ષયકુમારની ઝલક ન જોવા મળતા ફૈન્સ નિરાશ

આ અગાઉ 24 જાન્યુઆરી 2017ના દિવસે રાજધાની એક્સપ્રેસમાં શાહરુખખાન ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન કરતા મુંબઈ થી દિલ્લી આવ્યો હતો. આ દરમિયાન હજારોની સંખ્યામાં તેમના પ્રશંસકો પ્લેટફોર્મ પર પહોચ્યાં હતા. ટ્ર્રેન કોટા સ્ટેશન પર ઉભી રહેતા શાહરુખખાનના પ્રશંસકો વચ્ચે ભાગદોડ થઈ હતી. જેમાં અનેક લોકો ધાયલ થયા હતા. આ મામલે શાહરુખખાન વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details