ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બૉલીવુડ સ્ટાર્સે અજયને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

અજય દેવગણએ આજે 51 વર્ષના થયા છે. અજયના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

By

Published : Apr 2, 2020, 10:21 PM IST

Ajay devgan
Ajay devgan

મુંબઈ: બૉલિવૂડના 'સિંઘમ' તરીકે ઓળખાતા અભિનેતા અજય દેવગણે ગુરુવારે પોતાનો 51 મો જન્મદિવસ ઉજવ્યો છે. આ તકે તેમના ફિલ્મ ઉદ્યોગના મિત્રોએ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ દ્વારા અભિનેતાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

અજય દેવગણને સૌપ્રથમ તેની સાળી તનિષા મુખર્જીએ જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.તનિષાએ બે જુના ફોટા શેર કર્યા હતા. જેમાં તે અજય સાથે જોવા મળી રહી છે. તો અભિનેતા નીલ નીતિન મુકેશે પણ અજયને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એક ખાસ વીડિયો શેર કર્યો હતો. તેમજ નિર્માતા ભૂષણ કુમારે પણ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા અજયને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

ગત વર્ષે ફિલ્મ 'દે દે પ્યાર દે' માં અજય સાથે સ્ક્રીન શેર કરનારી અભિનેત્રી રકુલ પ્રીતસિંહે પણ ટ્વિટર હેન્ડલ પર અજયને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.અભિનેતા વિવેક ઓબેરોયે પોતાની એક જૂની તસવીર અજય સાથે શેર કરી લખ્યું હતું કે, 'હેપ્પી બર્થ ડે ટુ સિંઘમ બૉલીવુડ'.

અજયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મમાં જોવા મળશે. અજય ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મ 'RRR'માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details