ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઐશ્વર્યા રાયનો પેરિસ ફેશન વીકમાં શાનદાર અંદાજ - પેરિસ ફેશન વીક

મુંબઇ: અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને શનિવારના રોજ પેરિસ ફેશન વીકમાં પોતાનો શાનદાર અંદાજ બતાવ્યો હતો. આ અવસર પર અભિનેત્રી પર્પલ રંગના ડ્રેસમાં જોવા મળી હતી. જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી. બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન શનિવારે પેરિશ ફેશન વીકમાં સામેલ થઇ હતી. આ ગ્રાન્ડ ઇવેન્ટમાં એશ્વર્યાએ તેના એપિરિયન્સથી તેના ફેન્સ સહિત દરેક લોકોને હેરાન કરી દીધા હતાં. આ દરમિયાન ઐશ્વર્યા પર્પલ કલરની ફ્લોરલ પ્રિન્ટમાં ખૂબ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી.

ઐશ્વર્યા રાય

By

Published : Sep 29, 2019, 10:33 PM IST

ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં છવાઈ ગઈ હતી. તેણે રેડ લિપસ્ટિક તથા પર્પલ સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો. રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યાની આગવી છટા જોવા મળી હતી. બોલિવુડ સ્ટાર અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન ભલે હવે બોલિવુડ પડદા પર ઓછી નજરે આવે છે. પરંતુ, તેની બ્યૂટી આજે પણ લોકોને દિવાના કરે તેવી છે. પેરિસ ફેશન વિક 2019માં ઐશ્વર્યાને લઈને જે ચર્ચા ચાલી છે તેનો સબૂત આ તસવીરો છે. હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનનું એક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયું છે. હવે તેમની પેરિસ ફેશન વિકવાળી તસવીરો ઈન્સ્ટાગ્રામથી લઈને ટ્વિટર સુધી છવાઈ છે. શનિવારે ઐશ્વર્યાએ પેરિસ પેશન વિકમાં હાજરી આપી હતી.

ઐશ્વર્યા રાય

ઇવેન્ટમાં કેટવોટ દરમિયાન ઐશ્વર્યાએકદમ બિન્દાસ્ત અંદાજમાં જોવા મળી હતી, એશ્વર્યાને બિન્દાસ્ત જોઇ તમે પણ ખુશ થઇ જશો. એશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી લઇને ઘણી મોટી ઇવેન્ટમાં હાજરી આપે છે. જેમા તે ખુબ સુંદર લાગી રહી છે. જેમા તે એક બાળકને કિસ કરતી પણ જોવા મળી રહી છે. તે સિવાય તેના સિગ્નેચર પોઝમાં જોઇ શકો છો.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યાએ ફ્લોરલ પ્રિન્ટ પર્પલ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણીએ ફર સુઝી પણ સાથે કેરી કર્યા હતાં. આ દરમિયાન ઐશ્વર્યાએ હેર બોન બનાવ્યો હતો.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય

ABOUT THE AUTHOR

...view details