મનોરંજન વેરાથી 'છપાક'ને મુક્તિ આફ્યા બાદ મધ્ય પ્રદેશ સરકારે શુક્રવરે આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી (IIFA એવોર્ડ્સ) દરમિયાન અભિનેત્રી દીપિકા પાદુકોણને સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જનસંપર્ક પ્રધાન પીસી શર્માએ આ અંગે માહિતી આપી છે.
2000 શરૂ થયેલા આ પુરસ્કાર સમારોહનું આયોજન પ્રથમવાર કોઈ રાજ્ય દ્વારા કરાયું છે. મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ અને સ્ટેટ કમર્શિયલ હબ ઈન્દોર ખાતે માર્ચમાં પુરસ્કાર સમારોહનું આયોજન કરાશે.
રાજ્યના જનસંપર્ક પ્રધાન પી. સી. શર્માએ મુખ્યપ્રધાનની મંજૂરી બાદ દીપિકાને સન્માનિત કરવાની માહિતી રજૂ કરી છે. IIFA પુરસ્કારો અંગે પ્રધાને કહ્યું કે, આ આયોજન આશરે 700 કરોડની માતબર રકમથી આયોજિત થશે અને 90 દેશોમાં પ્રસારણ કરાશે.
2000માં પહેલીવાર યોજાયેલો આ કાર્યક્રમ દરેક વર્ષે અલગ-અલગ દેશોમાં યોજાયો. ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે મુંબઈ ખાતે યોજાયો હતો. સરકારને આશા છે કે, આ વર્ષે રાજ્યમાં આ કાર્યક્રમ યોજવાથી પ્રવાસન ક્ષેત્રને ગતિ મળશે.