ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોન્ચ થતાં પહેલાં જ 'વૉર' ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ, ફિલ્મમાં અભિનેતા ઋતિક અને ટાઈગર મળશે જોવા

મુંબઇ: 2 ઓકટોમ્બરે રિલીઝ થનારી ઋતિક અને ટાઇગરની ફિલ્મ 'વૉર' 27 ડિસેમ્બરથી મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીનમાં બુકિંગ શરુ થઇ જશે.

ETV BHARAT MUMBAI

By

Published : Sep 26, 2019, 12:11 PM IST

ઋતિક અને ટાઇગરની એકશન ફિલ્મ 'વૉર' માટે પ્રેક્ષકો કેટલાય સમયથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે આ ફિલ્મ 2 ઓકટોમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ જોવાની તમને ઉતાવળ હોય અને ટિકિટ લાઇનની મુશ્કેલી વગર તો તમારા માટે સારા સમાચાર છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 27સપ્ટેમ્બરથી શરુ થઇ રહ્યું છે.

'વૉર' ફિલ્મના એડવાન્સ બુકિંગ શરુ

સામાન્ય રીતે બધી ફિલ્મનું એડવાન્સ બુકિંગ બે દિવસ પહેલાં જ શરુ કરવામાં આવે છે. પણ દર્શકોની ઉત્સુકતા જોઇને આ ફિલ્મનું બુકિંગ પાંચ દિવસ અગાઉ જ ખોલી દેવામાં આવ્યું છે. ફિલ્મ સુત્રોના અનુસાર યશરાજ 'વૉર' માટે કોઇ કસર બાકી છોડવા માંગતા નથી. તેથી એડવાન્સ બુકિંગ 5 દિવસ પહેલાં જ શરુ કરી દીધું છે. આ ફિલ્મ 2 ઓકટોમ્બરે રજાના દિવસે જ રિલીઝ થવાથી સારી એવી કમાણી કરશે. તેમજ બોલીવુડની સૌથી મોટી એકશન ફિલ્મ છે. તેને 7 દેશો અને 15 અલગ-અલગ શહેરોમાં શૂટ કરવામાં આવી છે. સિધ્ઘાર્થ આનંદના નિદર્શન હેઠળ બનેલી ફિલ્મમાં ઋત્વિક રોશન નેગેટીવ રોલમાં જોવા મળશે. આ સાથે જ ભરપૂર એકશન અને સ્ટંટ કરતો ટાઇગર એને ટક્કર લેતો નજર આવશે. આ ફિલ્મ 2 ઓકટોમ્બરે હિન્દી, તમિલ, અને તેલુગુ ભાષામાં સિનેમાઘરોમાં આવશે.

ABOUT THE AUTHOR

...view details