ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી રવીના ટંડને અટારી-વાઘા બોર્ડર પર સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, પુત્રી રાશા જોવા મળી ત્રિરંગા સાથે - 15મી ઓગસ્ટ

સમગ્ર દેશમાં રવિવારે 15મી ઓગસ્ટ દેશના સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે કેટલાક ફોટોઝ અને પુત્રી રાશાનો એક વીડિયો શેર કર્યો છે, જે લોકોને ઘણો પસંદ પડી રહ્યો છે.

અભિનેત્રી રવીના ટંડને અટારી-વાઘા બોર્ડર પર સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, પુત્રી રાશા જોવા મળી ત્રિરંગા સાથે
અભિનેત્રી રવીના ટંડને અટારી-વાઘા બોર્ડર પર સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, પુત્રી રાશા જોવા મળી ત્રિરંગા સાથે

By

Published : Aug 16, 2021, 3:34 PM IST

  • અભિનેત્રી રવીના ટંડને પુત્રી રાશાનો વીડિયો કર્યો શેર
  • રાશા થડાની અટારી-વાઘા બોર્ડર પર ત્રિરંગા સાથે જોવા મળી
  • વીડિયોમાં બેકગ્રાઉન્ડ પર દેશભક્તિનું ગીત વાગી રહ્યું છે


    ન્યૂઝડેસ્ક- અભિનેત્રી રવીના ટંડન અત્યારે ફિલ્મોથી ભલે દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રવીના ટંડન અવારનવાર પોતાના નવા નવા ફોટોઝ-વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ત્યારે રવીના એ ફરી એક વાર 15મી ઓગસ્ટના દિવસે પોતાની પુત્રી રાશાનો એક વીડિયો શેર કર્યો છે, જે તેના ફેન્સને ઘણો ગમી રહ્યો છે. રવીના એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રવીનાની પુત્રી રાશા થડાની અટારી-વાઘા બોર્ડર પર દેશનો રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને દોડતી જોવા મળી રહી છે. તો બેકગ્રાઉન્ડમાં દેશભક્તિનું ગીત વાગી રહ્યું છે. તો રવીના ટંડનની આ પોસ્ટ પર ફેન્સ પણ પ્રેમ વરસાવી રહ્યાં છે. રવીના ટંડને શેર કરેલા ફોટોઝ-વીડિયોઝમાં રવીના પણ BSFના જવાનો સાથે જોવા મળી રહી છે.



આ પહેલાં રવીનાએ પુત્રીના રિઝલ્ટનો ફોટો શેર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ રવીના ટંડને પુત્રી રાશાનું રિઝલ્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેને તમામ વિષયમાં એ ગ્રેડ મળ્યો હતો.રવીના ટંડનના કામની વાત કરીએ તો, તે આગામી સમયે રિલીઝ થનારી 'કેજીએફ ચેપ્ટર 2'માં જોવા મળશે. આ સુપરસ્ટાર યશની ફિલ્મ છે. આ ઉપરાંત રવીના નેટફ્લિક્સ પર સિરીઝ અરણ્યકમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં પરમબ્રત ચટ્ટોપાધ્યાયની સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details