ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી કંગના રનૌતે ફરી મહારાષ્ટ્ર સરકાર પર સાધ્યું નિશાન - મહારાષ્ટ્ર સરકાર

અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવખત મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કંગનાએ કહ્યું કે, વિશ્વના સૌથી અયોગ્ય મુખ્યપ્રધાન અને તેમની ટીમને કોઈ સવાલ નથી કરી શકતા?

કંગના રનૌત
કંગના રનૌત

By

Published : Sep 29, 2020, 2:19 PM IST

મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના અને શિવસેના વચ્ચે મૌખિક જંગ ચાલુ છે.

કંગના રનૌતનું ટ્વીટ

કંગના રનૌતે ટ્વીટ કર્યું હતું કે, આ ગુંડા રાજ મુંબઈમાં ચાલી રહ્યું છે. વિશ્વના સૌથી અયોગ્ય મુખ્યપ્રધાન અને તેમની ટીમને કોઈ પણ પ્રશ્ન નથી કરી શકતા ? તેઓ અમારું શું કરશે? અમારા મકાનોને તોડો અને અમને મારી નાખો? ''

કંગના રનૌતનું ટ્વીટ

અન્ય એક ટ્વિટમાં કંગનાએ અનુરાગ કશ્યપને લઇ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કંગનાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, સરકારની કામગીરી અંગે સવાલ ઉઠાવતા જેલ મોકલવામાં આવે છે. પાયલ ઘોષે ઘણા દિવસો પહેલા અનુરાગ કશ્યપ વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધાવ્યો હતો પરંતુ તે આઝાદ છે. આ બધું શું છે."

ABOUT THE AUTHOR

...view details