મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCB ( નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ દરોડા પાડ્યા હતા. કરિશ્માના ઘરેથી ડ્રગ્સ કંઝપ્શન ક્વોન્ટિટી ઝપ્ત થઈ છે. ત્યારે કરિશ્મા પ્રકાશને NCBએ પુછપરછ માટે સમન મોકલ્યું છે.
દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBએ પાડી રેડ - બૉલીવુડ અભિનેત્રી
NCBએ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને ફરી બોલાવી છે. આ સમગ્ર વાતની જાણકારી NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આપી છે. NCBએ આ પહેલાં પણ કરિશ્માની પૂછપરછ કરી ચુક્યું છે.
Actress Deepika Padukone's manager
NCBના સુત્રોનું માનવામાં આવે તો રિયા કેસમાં તપાસ દરમિયાન કરિશ્મા પ્રકાશનું નામ સામે આવ્યું હતુ. જેના આધાર પર NCBએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. આપને જણાવી દઈએ કે, કરિશ્મા પ્રકાશ હાલમાં મધુ મંટેનાની બિલ્ડીંગમાં જયા સાહાની સાથે રહે છે. રિયા ચક્રવર્તી કેસમાં અનેક પેડલર્સની તપાસમા કરિશ્મા પ્રકાશનું નામ પણ સામે આવ્યું હતું. જેના આધારે NCBએ તેના ઘરે રેડ કરી હતી.