ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Actress at Vaccation: સલમાન ખાનની હીરોઈન Bhagyashreeએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો, કઈ રીતે માણી રહી છે વેકેશન? જુઓ - વીડિયો વાઈરલ

બોલીવુડ અભિનેતા સલમાન ખાન સાથે 'મૈને પ્યાર કિયા' ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી ભાગ્યશ્રી (Bhagyashree) પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે. હાલમાં ભાગ્યશ્રી ટીવી સ્ક્રીન પરથી ભલે દૂર હોય, પરંતુ તેના ફેન્સ માટે હંમેશા સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહે છે. હાલમાં જ ભાગ્યશ્રી (Bhagyashree)એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વેકેશન માણી રહી છે. આ સાથે જ તે જંગલમાં વોક કરી રહી છે. આ ઉપરાંત ઘોડે સવારી (Horse Riding) પણ કરી રહી છે.

Actress at Vaccation: સલમાન ખાનની હીરોઈન Bhagyashreeએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિ,યો, કઈ રીતે માણી રહી છે વેકેશન? જુઓ
Actress at Vaccation: સલમાન ખાનની હીરોઈન Bhagyashreeએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિ,યો, કઈ રીતે માણી રહી છે વેકેશન? જુઓ

By

Published : Jun 23, 2021, 11:15 AM IST

  • ભાગ્યશ્રી (Bhagyashree)એ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • ભાગ્યશ્રીએ વેકેશન (Actress at Vaccation)ની મજા માણતો વીડિયો કર્યો શેર
  • વીડિયોમાં ભાગ્યશ્રી (Bhagyashree) વોક કરતી અને ઘોડે સવારી કરતી જોવા મળી

આ પણ વાંચો-Shahid Kapoor : OTT પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ, અભિનેતા અનુભવી રહ્યા છે નર્વસનેસ

અમદાવાદઃ બોલીવુડ અભિનેત્રી ભાગ્યશ્રી (Bhagyashree) અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર પોતાના ફોટોઝ અને વીડિયોથી ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ ભાગ્યશ્રી (Bhagyashree)એ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે. તેનાથી તે ફરી એક વાર ચર્ચાનો વિષય બની છે. આ વીડિયોમાં તે વેકેશન (Vacation) માણતી જોવા મળી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં ભાગ્યશ્રી (Bhagyashree)એ લખ્યું હતું કે, આ અઠવાડિયું ઘણું રિફ્રેશિંગ હતું. છેલ્લા દોઢ વર્ષમાં લૉકડાઉનના કારણે ઘણી ચિંતા અને તણાવ સર્જાયો છે. તો આવામાં તમારે થોડા આરામની જરૂર હોય છે. શહેરનું જીવન જીવવું અને પ્રકૃતિ સાથે રહેવું એ અલગ જ વસ્તુ છે.

આ પણ વાંચો-જ્હાનવી કપૂરે અલગ જ પ્રકારનો ડાન્સ કરતો વીડિયો કર્યો શેર

'મિતવા' ગીત પર કરેલો ડાન્સનો વીડિયો પણ ખૂબ વાઈરલ થયો હતો
આપને જણાવી દઈએ કે, આ અગાઉ પણ ભાગ્યશ્રી (Bhagyashree)નો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તે તેના પતિ હિમાલય દાસાની સાથે ગીત ગાઈ રહી છે. આ વીડિયોમાં ભાગ્યશ્રી (Bhagyashree) 'મિતવા' ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોને પણ લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details