મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતને આજે મુંબઈમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. વિલે પાર્લેના સેવા સમાજ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ વિદાય આપવા માટે નજીકના ઘાટ પર પિતા, પિતરાઇ ભાઇ, ત્રણ બહેનો અને અન્ય લોકો પણ હાજર હતા.
રાઇઝિંગ સ્ટાર અને મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા નિભાવનારા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઇના તેના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા 6 મહિનાથી તે ડિપ્રેશનમાં હતો.
સુશાંત બોલિવૂડનો ખૂબ જ લોકપ્રિય અભિનેતા હતો. તેમણે ટીવી એક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પહેલા 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' નામની સિરિયલમાં કામ કર્યું હતું, પરંતુ એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તાથી તે મશહૂર થયો.