મુંબઇ: બોમ્બે હાઈકોર્ટમાંથી અભિનેત્રી રિયા ચક્રવર્તીને જામીન મળ્યા બાદ અભિનેત્રીએ હવે જે લોકોએ તેમના વિરુદ્ધ ખોટા આક્ષેપો કર્યા છે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રિયાએ બુધવારે CBIને પાડોશીઓ દ્વારા તેના પર ખોટા નિવેદનો આપવા બદલ પાડોશી સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. સુશાંતના પરિવારે દાવો કર્યો હતો કે, રિયાએ અભિનેતાને ઝેર આપીને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું. જ્યારે CBIને અભિનેત્રી વિરુદ્ધ હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી, એજન્સી આ કેસની તપાસ કરી રહી છે.
રિયા ચક્રવર્તીએ તેના વકીલ સતીષ માનશિંદે દ્વારા જારી કરેલા પત્રમાં કહ્યું છે કે, ડિમ્પલ થવાનીએ મારી ઉપર ખોટા અને ગંભીર આરોપો લગાવ્યા હતા અને તપાસને ભટકાવાનો પ્રયાસ કર્યો હતો.